રાગિણી MMS વેબ સીરિઝમાં પ્રિયા રાય

23 January, 2020 04:10 PM IST  |  મુંબઈ

રાગિણી MMS વેબ સીરિઝમાં પ્રિયા રાય

રાગિણી MMS વેબ સીરિઝમાં પ્રિયા રાય

માત્ર એક કરોડમાં બનેલી ‘રાગિણી MMS’એ બાલાજી ફિલ્મસને ટંકશાળ પાડી દીધી, જેને લીધે આ ફિલ્મની સીક્વલ પણ આવી અને એ પણ હીટ જતાં ફરીથી રાગિણી ‌િસ‌રીઝને આગળ વધારવાની જાહેરાત થઈ હતી પણ હવે એક્તા કપૂરે નક્કી કરી લીધું છે કે રાગિણી ‌િસ‌રીઝને ડિજિટલ પ્લેટફોર્મ પર પણ લઈ આવવી અને દર મહિને એની નવી સિઝન આવે એ રીતે પ્લાનિંગ કરવું. ‘મોર સેક્સી, મોર સ્કૅરી’ની ટેગલાઇન સાથે બનનારી આ ‘રાગિણી MMS’માં વધુ ચટાકો ઉમેરવા માટે પ્રોડકશન હાઉસ કોઈ હોટ એકટ્રેસને પ્લાન કરવાનું પ્લાનિંગ કરતી હતી પણ એ પછી હવે નક્કી થયું છે કે સન્ની લિઓનીની જેમ કોઈ પોર્નસ્ટારને જ કાસ્ટ કરવાની અને એની પોર્નોગ્રાફીની જર્નીને વેબ સ‌િરીઝમાં વણી લેવી.
પોર્નસ્ટારમાં મૂળ ભારતીય વંશની પ્રિયા રાયનું નામ સૌથી આગળ છે. પ્રિયા રાય ચાલીસી વટાવી ચૂકી છે પણ એમ છતાં પોર્નોગ્રાફીક ઇન્ડસ્ટ્રીમાં આજે પણ પ્રિયા ઇન્ડિયન ઓડિયન્સમાં ટોપ ફાઇવમાં એક છે.

ragini mms ekta kapoor web series