Vitthal Teedi : પ્રતીક ગાંધીની ગુજરાતી વેબ સિરીઝ `વિઠ્ઠલ તીડી` હવે ShemarooMe પર સ્ટ્રીમ થશે

09 April, 2026 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અત્યંત લોકપ્રિય થયેલી આ ગુજરાતી વેબ સિરીઝ હવે જ્યારે શેમારૂમી પર સ્ટ્રીમ થવાની છે ત્યારે આવો જાણીએ કે શું કહે છે ઍક્ટર પ્રતીક ગાંધી.

પ્રતીક ગાંધીની પહેલી ગુજરાતી વેબ સિરીઝ `વિઠ્ઠલ તીડી`નું પોસ્ટર

ગુજરાતી સિનેચાહકો માટે ખૂબ જ આનંદના કહી શકાય એવા સમાચાર સમે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પ્રતીક ગાંધીની પહેલી ગુજરાતી વેબ સિરીઝ `વિઠ્ઠલ તીડી` (Vitthal Teedi) હવે શેમારૂમી પર સ્ટ્રીમ થવાની છે. અત્યંત લોકપ્રિય થયેલી આ ગુજરાતી વેબ સિરીઝ હવે જ્યારે શેમારૂમી પર સ્ટ્રીમ થવાની છે ત્યારે આવો જાણીએ કે શું કહે છે ઍકટર પ્રતીક ગાંધી.

ક્યારથી આ વેબ સીરિઝ થઈ રહી છે શેમારૂમી પર સ્ટ્રીમ?

કેટલીક ફિલ્મ-વાર્તાઓ એવી રીતે કનેક્ટ થતી હોય છે જે હંમેશા માટે લોકોના દિલમાં વસી જાય છે. સતત એ લોકોની ચર્ચામાં રહ્યા કરે છે. અને વિઠ્ઠલ તીડી (Vitthal Teedi) એ તેમાંની જ એક વાર્તા છે. આવી વાર્તાઓ સમયની સાથે ગુજરાતી પ્રેક્ષકો જ નહીં અન્ય ઘણા લોકો સુધી પહોંચે છે. ઍકટર પ્રતીક ગાંધી દ્વારા અભિનીત અને ભારોભાર વખાણાયેલી આ ગુજરાતી વેબ સિરીઝ 10 એપ્રિલથી શેમારૂમી પર સ્ટ્રીમ થવાની તૈયારીમાં છે. અત્યાર સુધીની પ્રથમ અને એકમાત્ર ગુજરાતી વેબ સિરીઝ `વિઠ્ઠલ તીડી` ડ્રામા, ક્રાઇમ, રોમાંસ અને સસ્પેન્સનું સુંદર મિશ્રણ લઈને ફરી એકવાર પ્રેક્ષકોને જકડી રાખવા માટે તૈયાર છે.

ઍક્ટર પ્રતીક ગાંધીએ આનંદ વ્યક્ત કર્યો

વેબ સિરીઝ વિશે વાત કરતાં પ્રતીક ગાંધી જણાવે છે કે, "વિઠ્ઠલ તીડી મારા દિલની ખૂબ નજીક છે. આ પ્રૉજેક્ટ મારી પાસે એવા સમયે આવ્યો હતો જ્યારે હું જેમાં પરંપરાગત છાંટ હોવા છતાં કંઇક નવીન હોય એવો પ્રોજેક્ટ શોધી રહ્યો હતો. વિઠ્ઠલ (Vitthal Teedi)ની સફર તેનાં સપનાઓ, તેની મિસટેક્સ અને તે જે રિસ્ક ઉઠાવે છે તેના વિશેનું ચિત્રણ છે. એક અભિનેતા તરીકે તેણે મને નવી રીતે પડકાર આપ્યો છે. અને એક ગુજરાતી તરીકે આવા પાત્રને જીવંત કરવા બદલ હું ગર્વ અનુભવું છું. આ એક એવી વાર્તા છે જે ખૂબ કોલાહલ વગર પેશ થાય છે છતાં તમને લાંબા સમય સુધી જકડી રાખે છે, અને મને આનંદ છે કે તે હવે શેમારૂમી પર આવશે અને વધુ પ્રેક્ષકો સુધી પહોંચશે"

વિઠ્ઠલ તીડી (Vitthal Teedi)માં મૂળ તો વિઠ્ઠલ નામના પાત્રની યાત્રા છે. વિઠ્ઠલ એ એક નમ્ર વ્યક્તિત્વ છે. આ એવું પાત્ર છે જે સતત પ્રેક્ષકોની તાળીઓ ઉઘરાવી જાણે છે. એક જુગારી કે જેને લાગતું હોય છે કે તેને હરાવવું અશક્ય છે, ત્યારે વિઠ્ઠલ આવીને નવો રંગ ઉમેરે  છે કે દરેક રમત પર તે પોતે પ્રભુત્વ ધરાવે છે.

પ્રતીક ગાંધીની સાથે આ સીરિઝમાં રાગી જાની, પ્રશાંત બારોટ, વૃંદા ત્રિવેદી, શ્રદ્ધા ડાંગર, પ્રેમ ગઢવી, જગજીત સિંહ વઢેર, વિશાલ ઠક્કર અને ભવ્ય સિરોહી સહિતના જોરદાર કલાકારો છે. આદિત્ય ગઢવી, જિગરદાન ગઢવી અને ગીતા રબારી જેવા જાણીતા કંઠોથી સમૃદ્ધ સંગીતમય શ્રેણી આ શોને ચાર ચાંદ લગાવે છે, જે એક મજબૂત કલ્ચરલ કનેક્શન સાથે સ્ટોરીને આગળ વધારવામાં મદદ કરે છે. અદભૂત કથા, ઉત્કૃષ્ટ પરફોર્મન્સ અને મજબૂત કલ્ચરલ કથાબીજ સાથે વિઠ્ઠલ તીડી હવે 10મી એપ્રિલથી શેમારૂમી પર સ્ટ્રીમ થઈ રહી છે ત્યારે તે જોવા માટે પ્રેક્ષકો તલપાપડ થઈ રહ્યા છે.

web series Pratik Gandhi dhollywood news Shraddha Dangar entertainment news upcoming movie indian cinema