માધવ મિશ્રાને મળ્યો નવો કેસ

15 October, 2021 06:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ક્રિમિનલ જસ્ટિસ’ની ત્રીજી સીઝનનું શૂટિંગ બહુ જલદી શરૂ કરશે પકંજ ત્રિપાઠી

પકંજ ત્રિપાઠી

પકંજ ત્રિપાઠી તેની કોર્ટરૂમ ડ્રામા ‘ક્રિમિનલ જસ્ટિસ’ની ત્રીજી સીઝનનું શૂટિંગ બહુ જલદી શરૂ કરશે. આ શોમાં તે વકીલ માધવ મિશ્રાનું પાત્ર ભજવી રહ્યો છે. પહેલી અને બીજી સીઝનમાં તેણે સફળતાપૂર્વક બે કેસ જીતી લીધા હતા. ત્રીજી સીઝનની જાહેરાત માટે તેણે એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં તે તેના બે સક્સેસફુલ કેસ વિશે બડાઈ મારતો જોવા મળી રહ્યો છે. આ વિડિયો શૅર કરીને પંકજે કૅપ્શન આપી હતી, ‘હમને તૈયારી તો શુરુ કર દી હૈ, અબ આપ કો ભી રિવિઝન ચાલુ કર દેના ચાહિએ. ‘ક્રિમિનલ જસ્ટિસ 3’નું શૂટિંગ બહુ જલદી શરૂ કરવામાં આવશે.’

​ક્રિમિનલ જસ્ટિસની અગાઉની બંને સીઝન જબરદસ્ત સફળ રહી હતી.

entertainment news Web Series web series pankaj tripathi