પાતાલલોક અભિનેતા જયદીપ અહલાવતને મળો ગુજરાતી મિડ-ડેના ઇન્સ્ટા. લાઇવમાં

18 May, 2020 07:49 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

પાતાલલોક અભિનેતા જયદીપ અહલાવતને મળો ગુજરાતી મિડ-ડેના ઇન્સ્ટા. લાઇવમાં

જયદીપ અહલાવત

પાતાલલોક ફેમ જયદીપ અહલાવત આજે સાંજે 5 વાગ્યે ગુજરાતી મિડ-ડેના ઇન્સ્ટાગ્રામ પેજ પર લાઇવ સંવાદ સાધશે. ત્યારે ગુજરાતી મિડ-ડેના ચાહકોને જણાવતાં આનંદ થાય છે આ લાઇવમાં કોમેન્ટ કરીને તમે પણ તમારા પ્રશ્નો જયદીપ અહલાવતને પૂછી શકો છો.

15મી મેના રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થયેલી વેબ સીરિઝ પાતાળ લોક આજકાલ સતત ચર્ચામાં છે. મીડિયા, પોલીસ અને સમાજની વાડા બંધીનું એક અત્યંત વાસ્તવિક ચિત્રણ આપતી આ સિરીઝ અનુષ્કા શર્માનાં પ્રોડક્શન હાઉસ ધી ક્લિન સ્લેટ દ્વારા રજુ કરાઇ છે. એમેઝોન પ્રાઇમ વીડિયો માટે આ સીરિઝ એક ગેઇમ ચેન્જર સાબિત થઇ રહી છે તેવા તેના રિવ્યુઝ છે. જયદીપ અહલાવત જેણે ખટ્ટામીઠા, કમાન્ડો, બાગી જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને જેમની કારકિર્દી માટે ગેંગ્ઝ ઑફ વાસેપુર એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ તે આ સીરિઝનાં મુખ્ય પાત્રમાંના એક છે. પોલીસ ઇન્સ્પેક્ટર હાથીરામ ચૌધરી પોતાની કારકિર્દીમાં એક સારો કેસ ઉકેલવા માગે છે અને અંતે એ તક સાંપડે છે ત્યારે તે કેવા સંજોગોમાંથી પસાર થાય છે સમાજનાં અલગ અલગ સ્તરે પર ચાલતી લડાઇનું ચિત્રણ છે. મહત્વની વાત એ છે અત્યાર સુધી હિન્દીમાં ખૂબ જ ઓછી એવી વેબ સીરિઝ આવી છે જેમણે દર્શકો પર એક આગવી છાપ મૂકી હોય. તેમાંની જ એક છે 'પાતાલ લોક'. આ સીરિઝમાં હાથીરામ ચૌધરીના પાત્રને ખૂબ જ અફલાતૂન રીતે રજુ કરવામાં આવ્યું છે. હાથીરામ ચૌધરી દિલ્હીના આઉટર જમુનાપાર થાણાંમાં તહેનાત છે. હાથીરામ કહે છે કે વિશ્વ ત્રણ લોક વહેંચાયેલું છે. સ્વર્ગલોક- જ્યાં મોટાં અને અમીર લોકો રહે છે. બીજું ધરતી લોક- જ્યાં તેના જેવા સામાન્ય લોકો રહે છે. અને ત્રીજું પાતાલ લોક જ્યાં કીડા-મંકોડા રહે છે. અનુષ્કા શર્માની આ વેબ સીરિઝ એમેઝૉન પ્રાઇમની 'સેક્રેડ ગેમ' કહેવામાં આવી રહી છે.

જિંદગીની સારી, નરસી અને વરવી વાસ્તવિકતાઓમાંથી પસાર થતા આ પાત્રનાં લેયર્સ ઉખેળવાનો એક પ્રયાસ ગુજરાતી મિડ-ડે સાથેનાં સંવાદમાં કરાશે. આ વેબ સીરિઝમાં હાથીરામ ચૌધરી સામે કેસ આવે છે જે તે સોલ્વ કરી શકે છે કે કેમ તે જોવા માટે વેબસીરિઝ જોવાની રહેશે અને આ અંગે જયદીપ અહલાવત સુધી તમારો પ્રશ્ન પહોંચાડવા માટે ગુજરાતી મિડડે સાથે આજે 5 વાગ્યે ઇન્સ્ટાગ્રામ લાઇવમાં જોડાવાનું રહેશે.

web series entertainment news bollywood news