આ અઠવાડિયે આવે છે પાતાલ લોકના હથોડા ત્યાગીની નવી વેબ સીરિઝ, જાણો ક્યાં

26 May, 2020 04:12 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

આ અઠવાડિયે આવે છે પાતાલ લોકના હથોડા ત્યાગીની નવી વેબ સીરિઝ, જાણો ક્યાં

અભિષેક બેનર્જી

એમેઝૉન પ્રાઇમ વીડિયોની વેબ સીરિઝ 'પાતાલ લોક'ની હાલ ખૂબ જ ચર્ચા છે. સોશિયલ મીડિયા પર ચાહકો અને ક્રિટિક્સ બન્નેના વખાણ કરી રહ્યા છે. જો કે, કેટલાક સીન્સ અને તસવીરને લઈને વિવાદોમાં પણ ઘેરાયેલી છે. વિવાદ અને ચર્ચા વચ્ચે આ વેબસિરીઝના એક્ટર્સના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. તેમાંથી એક ચર્ચિત પાત્ર છે હથોડા ત્યાગી. હથોડા ત્યાગીનું પાત્ર અભિષેક બેનર્જીએ ભજવ્યું છે. તેમના ચાહકો માટે સારા સમાચાર છે. અભિષેકની નવી વેબ સીરિઝ આ અઠવાડિયે રિલીઝ થવાની છે.

હકીકતે, અભિષેક બેનર્જીની વેબ સિરીઝ કાલીની બીજી સીઝન 29મેના રોજ રિલીઝ થઈ રહી છે. આ સીરિઝ ઝી-5 પર સ્ટ્રીમ થશે. આ નવી સીઝનમાં કાલીનું ફરી એકવાર કમબૅક થશે. જોકે, આ પહેલા સીઝનમાં અભિષેક બેનર્જી નહોતા. આ વખતે લીડ એક્ટ્રેસ પાઉલી દામનું કમબૅક છે. તેમની સાથે દર્શકોને અભિષેકની પણ એક્ટિંગ જોવા મળશે.

કાલીની નવી સીઝનમાં એક મા-દીકરીની સ્ટોરી બતાવવામાં આવશે. બાળકને માતાથી દૂર કરી દેવામાં આવે છે. પોતાના બાળકને બચાવવા માટે કાલી બધાં સામે પંગો લઇ લે છે. પહેલી સીઝનમાં પણ સ્ટોરી લગભગ આવી જ હતી. પહેલી સીઝનમાં કાલી પોતાના બાળકને બચાવવા માટે ક્રાઇમ જગતમાં એન્ટ્રી કરે છે. તે ડ્રગ્સના બિઝનેસમાં લોકોને ટક્કર આપે છે. આ સીઝનમાં આગળની સ્ટોરી બતાવવામાં આવી છે.

કાલી સિવાય ઝી-5 પર વધુ એક વેબ સીરિઝ આવી રહી છે. 'કહેને કો હમસફર હૈ' વેબસીરિઝની ત્રીજી સીઝન આવવાની છે. આ વેબસીરિઝમાં રૉનિત રૉય લીડ રોલમાં છે. 6 જૂનના રોજ આ વેબસીરિઝ સ્ટ્રીમ થવાની છે. હવે જોવાનું એ છે કે અભિષેક બેનર્જીની કાલી અને રૉનિત રૉયની 'કહને કો હમસફર હૈ' દર્શકોને કેટલી પસંદ આવે છે.

web series entertainment news bollywood