રક્તાંચલના પાત્ર માટે અનેક લેખ વાંચવાની સાથે વિડિયો જોયા, નિકિતન ધીરે

31 May, 2020 10:52 PM IST  |  Mumbai Desk | Agencies

રક્તાંચલના પાત્ર માટે અનેક લેખ વાંચવાની સાથે વિડિયો જોયા, નિકિતન ધીરે

નિકિતન ધીરે

નિકિતન ધીરે વેબ-સિરીઝ ‘રક્તાંચલ’માં પોતાના પાત્ર વસીમ ખાન માટે ઘણું બધું વાંચન કર્યું અને એને સંબંધિત વિડિયો જોયા હતા. આ વેબ-સિરીઝમાં પૂર્વાંચલ, ઉત્તર પ્રદેશમાં ઘટેલી વાસ્તવિક ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સિરીઝમાં વિક્રમ કોચર, પ્રમોદ પાઠક, ચિતરંજન ત્રિપાઠી, સૌંદર્ય શર્મા, રોંજીની ચક્રબર્તી, બાસુ સોની અને ક્રિષ્ના બિશ્ત અગત્યના રોલમાં જોવા મળી રહ્યાં છે. આ ક્રાઇમ-ડ્રામામાં પોતાના પાત્ર વિશે કેવી તૈયારી કરી હતી એ વિશે નિકિતને કહ્યું હતું કે ‘અમારો શો જેના પર આધારિત છે એ પૂર્વાંચલ સંદર્ભે મેં ઘણું બધું વાંચ્યું હતું. સાથે જ મને જેટલા વિડિયો મળતા ગયા, પછી એ નવી ક્લીપ્સ હોય, ડોક્યુમેન્ટરીઝ હોય કે પછી એ જ વિસ્તારને સંબંધિત કન્ટેન્ટ હોય એટલા હું જોતો ગયો, જેથી મને ત્યાંની પરંપરા અને તેમની ભાષાનો ખ્યાલ આવી શકે. અમારાં ઘણાં વર્કશૉપ્સ પણ થયાં હતાં. ડિરેક્ટર રીતમ શ્રીવાસ્તવે મારા કૅરૅક્ટરને લઈને મને પૂરતું માર્ગદર્શન આપ્યું હતું. એનાથી મને મારા કૅરૅક્ટરને તૈયાર કરવામાં મદદ મળી હતી સાથે જ કેટલીક નવી બાબતો શીખ્યો તો કેટલીક જૂની વસ્તુઓ ભૂલવી પણ પડી હતી. મારા પાત્રમાં મેં જે કંઈ પણ ઉમેર્યું છે એમાં મારી કલ્પનાનો પણ સમાવેશ કર્યો છે.’

nikitin dheer web series entertainment news