નીરજ પાન્ડેનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સ્પેશ્યલ ઓપીએસ

25 February, 2020 02:21 PM IST  |  Ahmedabad

નીરજ પાન્ડેનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સ્પેશ્યલ ઓપીએસ

નીરજ પાન્ડે

ઓટીટી પ્લૅટફૉર્મ હૉટસ્ટાર પર ‘ક્રિમિનલ જસ્ટિસ’, ‘ધ ઑફિસ’, ‘આઉટ ઑફ લવ’, ‘હોસ્ટેજિસ’ જેવા હટકે શો જોવા મળ્યા છે ત્યારે હવે એક સ્પાય થ્રિલર-શો આવી રહ્યો છે. ‘સ્પેશ્યલ ઓપીએસ’ નામના આ શોનું આજે ટ્રેલર પણ આવવાનું છે. ‘અ વેનસ્ડે’, ‘એમ.એસ. ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘સ્પેશ્યલ ૨૬’ જેવી ફિલ્મો બનાવનારા ડિરેક્ટર નીરજ પાંડેએ ‘સ્પેશ્યલ ઓપીએસ’થી ડિજિટલ ડેબ્યુ કર્યું છે. તેઓ ઍક્શન-થ્રિલર જોનર માટે જાણીતા છે ત્યારે તેમના ચાહકો ‘સ્પેશ્યલ ઓપીએસ’ માટે આતુર છે. આ શોમાં કેકે મેનન, દિવ્યા દત્તા, વિપુલ ગુપ્તા, કરણ ટેકર, સના ખાન, સજ્જદ ડેલઅફ્રુઝ, સૈયામી ખેર જેવા કલાકારો છે.

આ શો નીરજ પાંડેનો અતિમહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાય છે, કારણ કે એનું મેકિંગ ઇન્ટરનૅશનલ સ્કૅલ પર થયું છે. કહેવાઈ રહ્યું છે કે આ સિરીઝની વાર્તા ૧૯ વર્ષો દરમ્યાન ભારતમાં રાષ્ટ્રીય કક્ષાએ ઘટેલી મહત્ત્વની ઘટનાઓનો આધાર લઈને તૈયાર કરાઈ છે. આ શોનું શૂટિંગ ભારત ઉપરાંત ટર્કી, જોર્ડન, અઝરબૈજાનમાં થયું છે.

neeraj pandey web series