નેટફ્લિક્સની બૉમ્બે બેગમ્સમાં નસીરુદ્દીનનો દીકરો ઇમાદ મહત્ત્વના રોલમાં

09 March, 2020 09:05 PM IST  |  Mumbai Desk

નેટફ્લિક્સની બૉમ્બે બેગમ્સમાં નસીરુદ્દીનનો દીકરો ઇમાદ મહત્ત્વના રોલમાં

ઇમાદ શાહ, પૂજા ભટ્ટ

બૉલીવુડ ફિલ્મો ઉપરાંત વેબ વર્લ્ડમાં પણ હવે મહિલાપ્રધાન કન્ટેન્ટ તરફનો ઝુકાવ વધી રહ્યો છે. નેટફ્લિક્સની અપકમિંગ સિરીઝ ‘બૉમ્બે બેગમ્સ’માં પણ મહત્ત્વાકાંક્ષી મહિલાઓના સંઘર્ષની વાત રજૂ થશે. આ સિરીઝમાં કૉર્પોરેટ વર્લ્ડમાં નામના ધરાવતી અલગ-અલગ જનરેશનની ચાર મહિલાઓની વાત હશે. પુરુષપ્રધાન સમાજમાં કઈ રીતે તેઓ વ્યક્તિગત લડાઈ, એથિક્સ અને ઇમોશન્સનો સામનો કરી પોતાની મહત્ત્વાકાંક્ષા પૂર્ણ કરે છે એ દર્શાવવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે આ સિરીઝના રાઇટર અને ડિરેક્ટર પણ અલંક્રિતા શ્રીવાસ્તવ નામની એક મહિલા છે.

‘બૉમ્બે બેગમ્સ’થી અભિનેત્રી અને ફિલ્મમેકર પૂજા ભટ્ટ વર્ષો બાદ અભિનયક્ષેત્રે કમબૅક કરી રહી છે. આ સિરીઝમાં પૂજા ભટ્ટ ઉપરાંત રાહુલ બોઝ, અમૃતા સુભાષ, શહાના ગોસ્વામી, પ્લાબિતા બોરઠાકુર, મનીષ ચૌધરી, ઋતુરાજ સિંહ વગેરે કલાકારો છે, તો નસીરુદ્દીન શાહ અને રત્ના પાઠકનો દીકરો ઇમાદ શાહ પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. ઇમાદ શાહે ૨૦૦૬માં નસીરુદ્દીન શાહ દિગ્દર્શિત ફિલ્મ ‘યું હોતા તો ક્યા હોતા’થી ડેબ્યુ કર્યું હતું અને ‘દિલ દોસ્તી ઍટસેટેરા’, ‘ધોબીઘાટ’ જેવી ફિલ્મો ઉપરાંત ઝીફાઇવની વેબ-સિરીઝ ‘પોશમ પા’માં પણ કામ કર્યું છે.

web series naseeruddin shah