14 April, 2023 04:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાના પાટેકર
નાના પાટેકર હવે વેબ-સિરીઝ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવાના છે. એ સિરીઝનું નામ ‘લાલ બત્તી’ છે અને એને પ્રકાશ ઝા ડિરેક્ટ કરશે. આ પૉલિટિકલ-થ્રિલરની જાહેરાત જિયો સ્ટુડિયોઝમાં કરવામાં આવી હતી. ત્યાં આયોજિત ઇવેન્ટમાં અનેક ફિલ્મો અને શોની જાહેરાત કરવામાં આવી હતી. એ દરમ્યાન અનેક સેલિબ્રિટીએ હાજરી આપી હતી. એમાં હિન્દી, મરાઠી, ગુજરાતી, બંગાળી, ભોજપુરી અને સાઉથની ભાષાની કન્ટેન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જિયો સ્ટુડિયોઝ સાથે બૉલીવુડના અનેક ડિરેક્ટર્સ કામ કરવાના છે.