નાગેશ કુકુનૂર લઈને આવી રહ્યો છે ‘સિટી ઑફ ડ્રીમ્સ’ની ત્રીજી સીઝન

05 May, 2023 04:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શોમાં અમે કૉમ્પ્લેક્સ કૅરૅક્ટર, ઇન્ટરપર્સનલ રિલેશનશિપ અને કેટલાક ટ્વિસ્ટનો સમાવેશ કર્યો છે.’

નાગેશ કુકુનૂર

નાગેશ કુકુનૂર હવે તેની ‘સિટી ઑફ ડ્રીમ્સ’ની ત્રીજી સીઝન લઈને આવી રહ્યો છે. આ શોમાં અતુલ કુલકર્ણી, પ્રિયા બાપટ, સચિન પિલગાંવકર, સુશાંત સિંહ, એજાઝ ખાન અને રણવિજય સિંઘા જોવા મળશે. આ શોમાં બીજી સીઝન જ્યાંથી પૂરી થઈ હતી ત્યાંથી ત્રીજી સીઝનની શરૂઆત કરવામાં આવશે. આગામી સીઝનમાં પૉલિટિક્સમાં પાવરને લઈને ફાઇટ જોવા મળશે. આ વિશે નાગેશ કુકુનૂરે કહ્યું કે ‘પહેલી અને બીજી સીઝનને લઈને દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો હતો અને એથી જ અમે ત્રીજી સીઝનને વધુ ગ્રૅન્ડ બનાવી છે. દરેક પાત્રની એની પોતાની જર્ની છે અને તેઓ દરેક પોતે સફળ થવા અને પાવર મેળવવા માટે લડત આપતાં જોવા મળે છે. આ શોમાં અમે કૉમ્પ્લેક્સ કૅરૅક્ટર, ઇન્ટરપર્સનલ રિલેશનશિપ અને કેટલાક ટ્વિસ્ટનો સમાવેશ કર્યો છે.’

web series entertainment news nagesh kukunoor