Five Most Awaited Web Series: 5 વેબ સીરિઝ,જેની રાહ જોઈ રહ્યા છે દર્શકો

11 May, 2020 03:22 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Five Most Awaited Web Series: 5 વેબ સીરિઝ,જેની રાહ જોઈ રહ્યા છે દર્શકો

રાહ જોવાતી વેબસીરિઝ

વર્ષ 2020ની શરૂઆત નેટફ્લિક્સની વેબ સીરિઝ ઘોસ્ટ સ્ટોરીઝ સાથે થઈ. ત્યાર બાદ એમેઝૉન, હૉટસ્ટાર, ઝી-5 અને ઑલ્ટ બાલાજી સહિત ઓટીટી પ્લેટફૉર્મ્સે વેબ સીરીઝની લાઇન લગાડી દીધી છે. પણ દર્શકોને પણ હજી આરામ નથી. તેઓ હજી કેટલીક શાનદાર વેબ સીરિઝની રાહ જોઇ રહ્યા છે. જાણો કઈ છે એવી વેબ સીરિઝ...

1. મિર્ઝાપુર-2: એમેઝૉન પ્રાઇમ વીડિયો માટે એક યક્ષ પ્રશ્ન છે કે મિર્ઝાપુરની બીજી સીઝન ક્યારે આવશે. વર્ષ 2020ની શરૂઆતમાં એમેઝૉને જે વેબસીરિઝની જાહેરાત કરી હતી, તેમાં આ પણ સામેલ છે. જો કે, અત્યાર સુધી કોઇપણ ઑફિશિયલ માહિતી સામે આવી નથી. ચાહકો સતત પ્રશ્નો પૂછી રહ્યા છે કે મિર્ઝાપુરની બીજી સીઝન ક્યારે રિલીઝ થશે?

2. નેટફ્લિકની નવી એન્થોલૉજી ફિલ્મ-અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાની, દિવાકર બેનર્જી અને કરણ જોહર મળીને એક એન્થોલૉડી ફિલ્મ બનાવી રહ્યા છે. અનુરાગે આ માટે અનિલ કપૂર સાથે શૂટિંગ શરૂ પણ કરી દીધી છે. જોકે, દર્શકો હવે આ વાતની રાહ જોઈ રહ્યા છે કે આ ફિલ્મ ક્યારે આવશે. લસ્ટ સ્ટોરીઝ અને ઘોસ્ટ સ્ટોરીઝ પછી નેટફ્લિક્સની ત્રીજી એન્થોલૉજી ફિલ્મ છે.

3. દિલ્હી- આ નામ હજી નક્કી નથી. પણ કાસ્ટ નક્કી છે. સૈફ અલી ખાન અને જીશાન અયૂબ જેવા સ્ટાર્સ દ્વારા બનેલી આ વેબ સીરિઝને 'ઇન્ડિયન હાઉસ ઑફ કાર્ડ' કહેવામાં આવી રહીછે. એમેઝૉનની રિલીઝ લિસ્ટમાં આ વેબસીરિઝનું નામ પણ સામેલ છે. આ સીરિઝના મેકર અલી અબ્બાસ ઝફરે તાજેતરમાં જ મિડ-ડેને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે આશા છે કે આ વર્ષ 2020ના અંતિમ ક્વૉટરમાં રિલીઝ થશે.

4. ફેમિલી મેન-2 મનોજ બાજપેઇ સ્ટારર વેબ સીરિઝ ફેમિલી મેનની પણ દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે રિલીઝ થનારી સીરિઝમાં એમેઝૉન પ્રાઇમ વીડિયોએ આની પણ લિસ્ટિંગ કરી હતી. પણ અત્યાર સુધી કોઇપણ રિલીઝ ડેટ આવી નથી. કેટલીક રિપોર્ટ્સમાં આ વાતનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે આને ઑક્ટોબરમાં રિલીઝ કરવામાં આવી શકે છે. જો કે, મેકર્સે હજી સુધી કોઇપણ ઑફિશિયલ ડેટ આપી નથી.

5. કોટા ફૅક્ટરી-2 : ટીવીએફની વેબ સીરિઝ કોટા ફેક્ટરી ખૂબ જ લોકપ્રિય થઈ હતી. તેના પછી બીજી સીઝનની લોકો રાહ જોઈ રહ્યા છે. ટીવીએફ તેના પછી હૉસ્ટેલ ડેઝ અને પંચાયત જેવી વેબસીરિઝ લાવી ચૂક્યું છે, પણ કોટા ફેક્ટરીને લઈને કોઇ જ માહિતી આવી નથી. હૉસ્ટેલ ડેઝના સમયમાં મેકર્સે જણાવ્યું હતું કે કામ થઈ રહ્યું છે.

નોટ- આ સિવાય અજય દેવગનની ત્રિભંગા, અભિષેક બચ્ચનની બ્રીથ સીઝન-3 અને એવી ઘણી વેબ સીરીઝ છે, જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે જોવાનું એ છે કે આ બધી વેબસીરિઝ ક્યારે રિલીઝ થશે.

web series bollywood entertainment news