મિર્ઝાપુરનાં માફિયાઓનો ગોળીબાર શરૂ

21 October, 2020 03:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મિર્ઝાપુરનાં માફિયાઓનો ગોળીબાર શરૂ

મિર્ઝાપુર-2

બે વર્ષ પહેલા મિર્ઝાપુરની પહેલી સીઝને ભારતમાં વેબ સિરીઝને એક અલગ જ ઓળખ આપી છે. ફૅન ફોલોવિંગની વાત કરીએ તો આ સિરીઝે ઈતિહાસ રચ્યો છે. પહેલા ઉત્તર પ્રદેશ અને હવે મુંબઈમાં મિર્ઝાપુરના માફિયાઓ રસ્તા પર નીકળીને ગોળીબાર કરી રહ્યા છે.

અંધેરીમાં લાગેલા આ હોર્ડિંગમાં ગુડ્ડુ, ગોલુ અને મુન્ના ભૈયા બંદૂર તાનીને ઉભા છે અને નીચે એક નંબર આપવામાં આવ્યો છે જેમાં મિસ કોલ આપવાથી તમને ‘ભૌકલ’ની એક ઝલક મળશે. ઘરે બેઠા જેને આ અનુભવ કરવો હોય તેમણે mirzapurdekho.comમાં જશે તો હોર્ડિંગ લાઈવ જોઈ શકશે.

બે દિવસ બાદ રિલીઝ થનારી મિર્ઝાપુરની બીજી સીઝનની ફૅન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમ જ પંકજ ત્રિપાઠી એટલે કે ‘કાલિન ભૈયા’ની ઝલક જોવા માટે લોકો તરસી રહ્યા છે.

web series entertainment news pankaj tripathi