મિશેલ ઓબામાની ડૉક્યુમેન્ટરી બીકમિંગ નેટફ્લિક્સ પર

05 May, 2020 07:29 PM IST  |  Mumbai | Nirali Dave

મિશેલ ઓબામાની ડૉક્યુમેન્ટરી બીકમિંગ નેટફ્લિક્સ પર

૨૦૧૮માં અમેરિકાનાં ભૂતપૂર્વ ફર્સ્ટ-લેડી મિશેલ ઓબામાની ‘બીકમિંગ’ નામની બુક પ્રકાશિત થઈ હતી જેમાં તેમણે પોતાનાં સંસ્મરણો લખ્યાં હતાં. આ બુકની પ્રમોશનલ ટૂર દરમ્યાન મિશેલ ઓબામાએ વિશ્વનાં ૩૪ શહેરોની મુલાકાત લઈને પુસ્તકપ્રેમીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમ્યાનના અનુભવો તથા રસપ્રદ વાતો (બિહાઇન્ડ ધ સીન્સ)ને લઈને નેટફ્લિક્સ આવતી કાલે (છઠ્ઠી મે) ‘બીકમિંગ’ નામની ડૉક્યુમેન્ટરી રિલીઝ કરવાનું છે. મિશેલ ઓબામાએ પોતાની બુક-ટૂરના અનુભવો વિશે કહ્યું કે ‘મેં કેટલાય મહિના સુધી ટ્રાવેલિંગ કર્યું અને આ દરમ્યાન હું વિશ્વના અનેક લોકોને મળી. એકબીજા સાથે કનેક્ટ થયા બાદ અમને સમજાયું કે દરેક વ્યક્તિમાં કૉમન બાબત એ છે કે અમે વધુ સારા ભવિષ્ય માટે કામ કરવા ઇચ્છીએ છીએ.’

મિશેલ અને પ્રમુખ બરાક ઓબામાએ મે ૨૦૧૮માં તેમની પ્રોડક્શન-કંપની ‘હાયર ગ્રાઉન્ડ પ્રોડક્શન્સ’ હેઠળ નેટફ્લિક્સ સાથે મલ્ટિલેયર ઍગ્રીમેન્ટ કર્યા છે, જેમાં સ્ક્રિપ્ટેડ-અનસ્ક્રિપ્ટેડ સિરીઝ, ડૉક્યુસિરીઝ, ડૉક્યુમેન્ટરી, ફીચર્સ વગેરે બનાવવામાં આવશે.

netflix entertainment news web series michelle obama