માધુરી દીક્ષિતના જબરા ફેને નેટફલિક્સને મોકલાવી લીગલ નોટિસ, આ છે કારણ…

28 March, 2023 10:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજકીય વિશ્લેષક મિથુન વિજય કુમારે કાનૂની નોટિસ ફાઈલ કરીને શૉની બીજી સીઝનના પ્રથમ એપિસોડને હટાવવાની માગ કરી છે

ફાઇલ તસવીર

માધુરી દીક્ષિત (Madhuri Dixit)ની દુનિયા દિવાની છે. સોશિયલ મીડિયા પર તેના ડાન્સ અને એક્ટિંગની ઘણી વાર ચર્ચા થાય છે. તે જ સમયે, ખોટી ટિપ્પણી સામે પણ ચાહકો અભિનેત્રીનું સમર્થન કરતા જોવા મળે છે. આવું જ કંઈક ફરી બન્યું છે. માધુરી દીક્ષિતે નેટફ્લિક્સ (Netflix)ને `ધ બિગ બેંગ થિયરી`ના એક એપિસોડ અંગે કાનૂની નોટિસ મોકલી છે, જેમાં માધુરી દીક્ષિત વિશે ‘વાંધાજનક શબ્દો’ના ઉપયોગનો દાવો કરવામાં આવ્યો છે. આ જાણીને તેમના ફેન્સ પણ તેને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે.

રાજકીય વિશ્લેષક મિથુન વિજય કુમારે કાનૂની નોટિસ ફાઈલ કરીને શૉની બીજી સીઝનના પ્રથમ એપિસોડને હટાવવાની માગ કરી છે, જેમાં કુણાલ નય્યર દ્વારા ભજવવામાં આવેલ રાજ કૂથરાપલ્લી અને શેલ્ડન કૂપર દ્વારા ભજવવામાં આવેલ જીમ પાર્સન્સના પાત્રએ શૉમાં ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિત સરખામણી કરી હતી.

કાનૂની નોટિસમાં રાજકીય વિશ્લેષકે કહ્યું હતું કે “પાત્ર દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી માત્ર વાંધાજનક જ નથી, પરંતુ બદનક્ષી પણ છે. તેણે નેટફલિક્સને એપિસોડ દૂર કરવા વિનંતી કરી છે. આમ ન કરવા બદલ, તેમણે મહિલાઓ સામેના ભેદભાવને પ્રોત્સાહન આપવા બદલ કાનૂની કાર્યવાહીનો સામનો કરવાની વાત કરી હતી. આ લીગલ નોટિસ નેટફલિક્સની મુંબઈ સ્થિત ઑફિસને મોકલવામાં આવી છે.

આ પણ વાંચો: 3 ઇડિયટ્સની સીક્વલ પર એક પછી એક એક્ટર કાઢી રહ્યા છે બળાપો, હવે કોણે શું કહ્યું?

ટ્વીટમાં પોતાનો મુદ્દો રાખતા લોકો સમક્ષ મૂકતા નેટફલિક્સને મોકલવામાં આવેલી નોટિસની તસવીર મૂકીને રાજકીય વિશ્લેષકે લખ્યું છે કે, “તાજેતરમાં મેં નેટફલિક્સ પર શૉ બિગ બેંગ થિયરીનો એક એપિસોડ જોયો હતો, જેમાં કુણાલ નૈય્યરના પાત્રે પીઢ બોલિવૂડ અભિનેત્રી વિરુદ્ધ અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. નાનપણથી જ માધુરી દીક્ષિતનો ફેન હોવાથી હું ડાયલોગથી ખૂબ જ નારાજ હતો. મને તે ભારતીય સંસ્કૃતિ અને મહિલાઓ માટે અત્યંત અપમાનજનક લાગ્યું. તેથી મેં મારા વકીલને નેટફલિક્સને કાનૂની નોટિસ મોકલવા કહ્યું હતું અને તેમને તેમના પ્લેટફોર્મ પરથી એપિસોડ દૂર કરવા વિનંતી કરી હતી. મીડિયા કંપનીઓને તેઓ જે સામગ્રી પ્રદાન કરે છે તેના માટે તેમને જવાબદાર ઠેરવવાની જરૂર છે અને મને આશા છે કે નેટફલિક્સ ઇન્ડિયા આ બાબતને ગંભીરતાથી લેશે.”

entertainment news web series the big bang theory netflix