નેટફ્લિક્સની વેબ-સિરીઝ અપસ્ટાર્ટ્‌‌સમાં શું છે?

22 January, 2020 06:04 PM IST  |  અમદાવાદ | પાર્થ દવે

નેટફ્લિક્સની વેબ-સિરીઝ અપસ્ટાર્ટ્‌‌સમાં શું છે?

નેટફ્લિક્સ

ત્રણ મિત્રો ભણી લીધા પછી ભેગા મળીને કંઈક નવું કરવાનું વિચારે છે. કંઈક એવું સ્ટાર્ટઅપ શરૂ કરવું છે જે આજ સુધી નથી થયું; આઇડિયા નવો છે, જેમાં લોકોની મદદ પણ થાય અને પૈસા પણ મળે. તેઓ શરૂ કરે છે ઝોમેટો, સ્વિગીની જેમ મેડિસિન સર્વિસ. જેમને દવા જોઈતી હોય તેમને ઘરબેઠાં દવા પહોંચાડવાની સર્વિસ. મેડિકલથી દવા લે અને જે-તે વ્યક્તિને પહોંચાડે. આઇડિયા સફળ જાય છે, કંપનીને ઇન્વેસ્ટર્સ પણ મળે છે પણ આગળ જતાં મિત્રતામાં દરાર પડે છે. હવે કાં તો સ્ટાર્ટઅપ રહેશે કાં તો દોસ્તી.
આ વાર્તા લઈને ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર ૧૮ ઑક્ટોબરે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘અપસ્ટાર્ટ્સ’ આવી રહી છે. ત્રણ મિત્રો કપિલ (પ્રિયાંશુ પૈન્યુલી), યશ (ચંદ્રાચુર રાય) અને વિનય(શાદાબ કમલ) છે, તેમની સાથે કલાકારોમાં રાજીવ સિદ્ધાર્થ, ઐજાઝ ખાન, શીતલ ઠાકુર, નિનાદ કામત અને સ્વાતી સેમવાલ છે.
ગ્રૅજ્યુએશન કરી લીધા બાદ ત્રણ મિત્રો વચ્ચેની મિત્રતા, કંઈક નવું કરવાની મથામણ અને કરી લીધા પછીની સફળતા-નિષ્ફળતા દર્શાવતી ‘અપસ્ટાર્ટ્સ’ ‘ઇનકાર’ અને ‘ઍરલિફ્ટ’ના અસોસિએટ ડિરેક્ટર રહેલા ઉદય સિંહ પવારે લખી અને ડિરેક્ટ કરી છે. ‘અપસ્ટાર્ટ્સ’નું ટ્રેલર જોતાં એ ટીવીએફ ઓરિજિનલની વેબ-સિરીઝ ‘ટીવીએફ પિચર્સ’ની યાદ અપાવે છે જેમાં નવથી પાંચની જૉબના બદલે પોતાનો સ્વતંત્ર બિઝનેસ કરવાની ચાર મિત્રોની સફર દર્શાવાઈ હતી.

entertaintment netflix web series