Special Ops 2: કે કે મેનન સ્ટારર 'સ્પેશિયલ ઑપ્સ'ની આવી શકે છે સીઝન2

18 May, 2020 04:28 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Special Ops 2: કે કે મેનન સ્ટારર 'સ્પેશિયલ ઑપ્સ'ની આવી શકે છે સીઝન2

કે કે મેનન

ફિલ્મમેકર નીરજ પાંડેએ આ વર્ષે પોતાની વેબ સીરિઝ 'સ્પેશિયલ ઑપ્સ' દ્વારા ડિજિટલ ડેબ્યૂ કર્યો છે. કેકે મેનન સ્ટારર આ સ્પાઇ સીરિઝને ખૂબ જ સરસ રિસ્પૉન્સ પણ મળ્યો છે. હવે ચાહકો અને દર્શકો માટે વધુ એક સારા સમાચાર છે. જે આ વેબસીરિઝના નિર્દેશક નીરજ પાંડેએ આ વાતની હિન્ટ આપી છે કે હૉટસ્ટારની આ સીરિઝની બીજી સીઝન પણ આવશે.

નીરજ પાંડે વેબ સીરિઝને મળેલા રિસ્પૉન્સથી ખુશ છે. તો, તેમણે કહ્યું કે ટીમ આ ફ્રેંચાઇઝીને આગળ લઈ જવા માટે જવાબદાર છે. માર્ચમાં રિલીઝ થયેલી આ વેબ સીરિઝમાં કેકે મેનન સાથે કરણ ટેક્કરે પોતાનો ડિજિટલ ડેબ્યૂ કર્યો છે. શૉની સફળતાને લઈને એક ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટ દરમિયાન નિર્દેશકે બીજી સીઝન વિશે હિન્ટ આપી છે. આ ચેટનો હિસ્સો કરણ ટેક્કર અને કેકે મેનન પણ બન્યા હતા.

નીરજ પાંડેએ વાતચીત દરમિયાન કહ્યું, "સ્પેશિયલ ઑપ્સ હાલ ઘણો મોટો શૉ છે, પણ ટૂંક સમયમાં જ વધુ એક ઘણો મોટો શૉ હશે. કંઇપણ હોય, લોકોને શૉ અને પાત્રો ખૂબ જ પસંદ આવ્યા છે. અમે આ તથ્ય ધ્યાનમાં રાખશું કે દર્શકોએ આ શૉને પ્રેમ આપ્યો છે અને હવે અમારી જવાબદારી છે કે ફ્રેન્ચાઇઝીને આગળ વધારીએ. અને અમા આ હજી વધારી જવાબદારીપૂર્વક નીભાવશું."

ઉલ્લેખનીય છે કે આ વેબ સીરિઝ નીરજ પાંડેની સાથે શિવમ નાયરે પણ નિર્દેશિત કરી છે. આ વેબ સીરિઝમાં એક રૉ ઑફિસરની સ્ટોરી બતાવવામાં આવી છે. તે એક એવી વ્યક્તિની પાછળ પડેલો છે, જે વર્ષ 2002માં સંસદ હુમલાનો જવાબદાર છે. તેના પછી તે મુંબઇ હુમલા સિવાય તેવી અનેક ઘટનાઓનો ગુનેગાર છે. રૉ ઑફિસર કેવી રીતે તેને પકડી શકે છે અને કેવી રીતે સરકારને હેન્ડલ કરે છે, આ વાત સીરિઝમાં બતાવવામાં આવી છે. સીરિઝને ક્રિટીક્સે પણ વખાણી છે હવે જોવાનું એ છે કે દર્શકોને આની બીજી સીઝન જોવા મળે છે કે નહીં?

web series hotstar entertainment news kay kay menon