નીલ નીતિન મુકેશ સાથેની વેબ-સિરીઝમાં જોવા મળશે ઈશા કોપ્પીકર

29 February, 2020 04:08 PM IST  |  Mumbai

નીલ નીતિન મુકેશ સાથેની વેબ-સિરીઝમાં જોવા મળશે ઈશા કોપ્પીકર

ઈશા કોપ્પીકર

ઈશા કોપ્પીકર વેબ-સિરીઝમાં નીલ નીતિન મુકેશની સાથે જોવા મળવાની છે. એમાં તે પોલીસના રોલમાં દેખાશે તો નીલ આરોપી બન્યો છે. ZEE5ની આ સિરીઝનું નામ હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યું. આ સિરીઝને ‘ડરના મના હૈ’, ‘ડરના ઝરૂરી હૈ’ અને ‘ગાયબ’ના ડિરેક્ટર પ્રવાલ રમણ ડિરેક્ટ કરશે. આ વેબ-સિરીઝને લઈને ઈશા કોપ્પીકરે કહ્યું હતું કે ‘પ્રવાલ રમણે જ્યારે મને સ્ક્રિપ્ટ સંભળાવી તો એ મને ખૂબ અદ્ભુત લાગી હતી. હું વિચારતી હતી કે આ પ્લૉટ લોકોને જકડી રાખશે અને તેમને પણ વિચારતા કરી દેશે. હીરો અને વિલનની વચ્ચે ઉંદર અને બિલાડીની ગેમને ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવશે. બન્ને એકસમાન રીતે ઇન્ટેલિજન્ટ પણ છે. પોલીસનો રોલ મારી પાસે સહજ રીતે આવે છે. આ રોલ એવો નથી જેને હંમેશાં અન્ય રાઇટર્સ લખતા આવ્યા છે. તે અપશબ્દો બોલતી પોલીસ નથી. જોરથી ચીસો પાડવામાં શક્તિ નથી સમાયેલી, પરંતુ આકર્ષણ અને પોઝિશનમાં છે.’

isha koppikar neil nitin mukesh web series