આજની જનરેશન મારી લવ સ્ટોરી સાથે કનેક્ટ થશે કે નહીં એનો મને હંમેશાં ડર રહે છે : આનંદ તિવારી

23 July, 2021 01:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍન્થોલૉજી ‘ફીલ્સ લાઇક ઇશ્ક’ને લઈને ફિલ્મમેકર આનંદ તિવારીએ જણાવ્યું હતું કે તે એ વાતને લઈને મૂંઝવણમાં હતો કે તેની લવ સ્ટોરીઝ લોકો સાથે કનેક્ટ થશે કે નહીં

આનંદ તિવારી

ઍન્થોલૉજી ‘ફીલ્સ લાઇક ઇશ્ક’ને લઈને ફિલ્મમેકર આનંદ તિવારીએ જણાવ્યું હતું કે તે એ વાતને લઈને મૂંઝવણમાં હતો કે તેની લવ સ્ટોરીઝ લોકો સાથે કનેક્ટ થશે કે નહીં. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર આ શો આજે રિલીઝ થઈ રહ્યો છે.

આ અગાઉ તેણે વિકી કૌશલ અને અંગીરા ધર સાથે ‘લવ પર સ્ક્વેર ફુટ’ ડિરેક્ટ કરી હતી. ઍન્થોલૉજી ‘ફીલ્સ લાઇક ઇશ્ક’માં આનંદ તિવારીએ ‘સ્ટાર હોસ્ટ’ સેગમેન્ટને ડિરેક્ટ કર્યો છે. એમાં રોહિત સરાફ અને સિમરન જેહાની લીડ રોલમાં છે. આ સેગમેન્ટમાં દેખાડવામાં આવશે કે બે અજાણ્યા લોકો તારા અને આદિત્ય વચ્ચે સંબંધો પાંગરે છે. આમ છતાં પોતે લવ સ્ટોરી વિશે મૂંઝાયેલો છે એવું જણાવતાં આનંદ તિવારીએ કહ્યું હતું કે ‘સારી રૉમ-કૉમનો મૂળ મંત્ર શું છે એની મને જાણ નથી. તમે જે અનુભવો છો એ તમે કહો છો અને આશા રાખો છો કે લોકો એની સાથે જોડાઈ શકે. મને એક પ્રકારનો ડર રહે છે કે એક દિવસ હું મારી લવ સ્ટોરી કહીશ અને લોકો એના પર ધ્યાન નહીં આપે. એથી જેમ બને એમ હું વધુ સ્ટોરી કહું છું. મારી ઇચ્છા હોય છે કે હું આજની પેઢીને જોડી શકે એવી લવ સ્ટોરી કહું. આ ફિલ્મ મારા માટે ખૂબ અગત્યની છે,

કારણ કે હું હાલમાં એવી લવ સ્ટોરી કહું છું જે મિલેનિયલ્સને નહીં પરંતુ જનરેશન ઝી સાથે જોડાઈ શકે. હું નથી જાણતો કે લવ અને રિલેશનશિપ્સને લઈને મારી જે ધારણા છે એ લોકોને જોડી શકશે કે નહીં. મારામાં એ વાતની પણ ગડમથલ ચાલતી હોય છે કે આજનો ૧૫ વર્ષનો છોકરો તારા અને આદિત્યની લવ સ્ટોરી સાથે કનેક્ટ થશે કે નહીં.’

anand tiwari netflix