એકતા સામે મુંબઈ કોર્ટમાં હિન્દુસ્તાની ભાઉએ કરી ક્રિમિનલ કમ્પ્લેઇન્ટ

16 July, 2020 10:51 PM IST  |  Mumbai Desk | Agencies

એકતા સામે મુંબઈ કોર્ટમાં હિન્દુસ્તાની ભાઉએ કરી ક્રિમિનલ કમ્પ્લેઇન્ટ

એકતા કપૂર

એકતા કપૂરની વેબ-સિરીઝ ‘XXX 2’ને લઈને વિકાસ પાઠક, જેને હિન્દુસ્તાની ભાઉ તરીકે ઓળખવામાં આવે છે તેણે મુંબઈ કોર્ટમાં ક્રિમિનલ કમ્પ્લેઇન્ટ દાખલ કરી છે. આ શોમાં આર્મી ઑફિસરની વાઇફને વાંધાજનક સ્થિતિમાં દેખાડવામાં આવે છે. સાથે જ તેને આર્મીના યુનિફૉર્મનું અપમાન કરતી પણ દેખાડવામાં આવે છે. આ દૃશ્ય જોઈને દેશના લોકોની લાગણીને ઠેસ પહોંચી છે. લોકોમાં એકતાને લઈને વિરોધનો વંટોળ વધી રહ્યો છે. એવામાં‘બિગ બૉસ’ના એક્સ-કન્ટેસ્ટન્ટ વિકાસ પાઠકે મુંબઈની કોર્ટમાં મામલો દાખલ કર્યો છે. સાથે જ એકતાના પેરન્ટ્સ શોભા કપૂર અને જિતેન્દ્રનું પણ નામ સામેલ કરવામાં આવ્યું છે. આ કેસની સુનાવણી ૨૪ ઑગસ્ટે થવાની છે. કમ્પ્લેઇન્ટમાં લખવામાં આવ્યું છે કે કથિત આરોપીએ ઇન્ડિયન આર્મીના યુનિફૉર્મની ગરિમાને ઠેસ પહોંચાડી છે. દેશને સેનાના જવાનો પ્રતિ ભરપૂર ગર્વ છે. યુનિફૉર્મ પર નૅશનલ ચિહન છે. શોમાં એની સાથે અપમાનજનક વર્તન કરવામાં આવ્યું છે. આ દિશામાં હિન્દુસ્તાની ભાઉના વકીલ કાશીફ ખાને કહ્યું હતું કે ‘મારા ક્લાયન્ટે એકતા કપૂર અને અન્ય લોકો વિરુદ્ધ લોકલ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. જોકે આજ સુધી કોઈ પગલાં લેવામાં નહોતાં આવ્યાં. આ જ કારણ છે કે અમે તેની વિરુદ્ધ કોર્ટમાં ક્રિમિનલ કમ્પ્લેઇન્ટ દાખલ કરી છે.’

web series ekta kapoor entertainment news