મની હાઇસ્ટ 4નો ફીવર ભારતીય કલાકારોમાં જોવા મળ્યો

07 April, 2020 02:28 PM IST  |  Ahmedabad | Nirali Dave

મની હાઇસ્ટ 4નો ફીવર ભારતીય કલાકારોમાં જોવા મળ્યો

મની હાઇસ્ટ 4

નેટફ્લિક્સની અત્યંત પૉપ્યુલર સિરીઝ ‘મની હાઇસ્ટ’ના ચાહકો માટે લૉકડાઉનનો સમયગાળો રોમાંચક બની ગયો છે, કારણ કે તાજેતરમાં આ સ્પૅનિશ થ્રિલરની ચોથી સીઝન રિલીઝ થઈ છે. આ વેબ-શોનાં બધાં પાત્રો લોકપ્રિય બન્યાં છે જેમાં ખાસ કરીને ‘પ્રોફેસર’ના પાત્ર પર લોકો ઓવારી ગયા છે. દુનિયાભરના ફૅન્સ સોશ્યલ મીડિયા પર આ શોના મીમ્સ અને પોસ્ટ શૅર કરી રહ્યા છે. ચોથી સીઝન માટેનો ઉત્સાહ અને આનંદ ભારતીય કલાકારોમાં પણ જોવા મળી રહ્યો છે.

જાણીતી સિંગર હર્ષદીપ કૌરે ‘મની હાઇસ્ટ’નું ગીત ‘બેલા ચાઓ’ ગાઈને સિરીઝ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. હર્ષદીપ કૌરે સોશ્યલ મીડિયા પર આ ગીત શૅર કરીને લખ્યું કે ‘આજનો રિયાઝ ઇટાલિયન ભાષામાં કર્યો છે.’ શોમાં ‘પ્રોફેસર’નો રોલ કરતા અભિનેતા અલ્વારો મોર્તેએ પણ શોની રિલીઝ પહેલાં ચાહકો માટે આ ગીત ગાયું હતું તો ટીવી અભિનેત્રી સુરભી ચન્દ્રા (‘ઇશ્કબાઝ’ ફેમ)એ આ વેબ-સિરીઝનું એક પોસ્ટર એડિટ કરીને પોતાનો ચહેરો ગોઠવ્યો હતો જેમાં ‘મની હાઇસ્ટ’નો આઇકોનિક માસ્ક છે.

netflix web series