ઝોયા અખ્તરની વેબ સિરીઝ ' 'મેડ ઈન હેવન''માં જોવા મળશે વિજય રાજ

23 January, 2020 05:32 PM IST  | 

ઝોયા અખ્તરની વેબ સિરીઝ ' 'મેડ ઈન હેવન''માં જોવા મળશે વિજય રાજ

ઝોયા અખ્તર અને વિજય રાજ ફરી એકવાર સાથે

 ડિરેક્ટર ઝોયા અખ્તર અને અભિનેતા વિજય રાજ ફરી એકવાર એકસાથે કામ કરતા જોવા મળશે. ઝોયા અખ્તર અને વિજય રાજ અમેઝોન પ્રાઈમ વિડીયો ઓરિજિનલની આગામી વેબ સિરીઝ ''મેડ ઈન હેવન'' સાથે ફરી એકવાર સાથે કામ કરતા જોવા મળશે. વિજય રાજનો પિતા તરીકેનો અંદાજ હાલમાં જ ગલી બોયમાં જોવા મળ્યો હતો.

ઝોયા અખ્તર અને રીમા કાગતીની આગામી વેબ સિરીઝમાં વિજય રાજ એક મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. મોટા પડડે વિજય રાજ તેમના અવનવા કિરદારોના કારણે દર્શકોનું મનોરંજન કરાવી ચૂક્યા છે જો કે 'મેડ ઈન હેવન' સાથે વિજય રાજ હવે વેબની દુનિયામાં પગ મુકશે.

'મેડ ઈન હેવન'માં દિલ્હીની અલગ અલગ જગ્યા પર ફિલ્માવામાં આવેલ લગ્ન દર્શાવવામાં આવશે. જોયા અખ્તર, નિત્યા મેહરા, અલંકૃતા શ્રીવાસ્તવ અને પ્રશાંત નાયર સાથે રીમા કાગતી લગ્નના અલગ અલગ પાસાઓ પ્રદર્શિત કરવામાં મદદ કરશે. 'મેડ ઈન હેવન' વેબ સિરીઝમાં શોભિતા ધુલિપાલા,તારા ખન્ના સાથે અર્જુન માથુર અને કરણ મહેરા વેડિંગ પ્લાનર્સના જીવનને દર્શાવશે


એક્સેલ એન્ટરટેનમેન્ટના બેનરમાં બની રહેલી 'મેડ ઈન હેવન' વેબ સિરીઝ 8 માર્ચ 2019ના રિલીઝ કરવામાં આવશે.

vijay raaz bollywood