‘ટ્રિપલિંગ’ની ત્રીજી સીઝન માટે થઈ જાઓ તૈયાર

01 October, 2022 04:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુમીત વ્યાસની ‘ટ્રિપલિંગ’ની ત્રીજી સીઝન ZEE 5 પર ટૂંક સમયમાં જોવા મળશે.

‘ટ્રિપલિંગ’ની ત્રીજી સીઝન માટે થઈ જાઓ તૈયાર

સુમીત વ્યાસની ‘ટ્રિપલિંગ’ની ત્રીજી સીઝન ZEE 5 પર ટૂંક સમયમાં જોવા મળશે. ત્રણ વર્ષના ગૅપ બાદ આ સીઝન હવે ફરી એક વખત આવી રહી છે. એમાં માનવી ગાગરુ અને અમોલ પરાશર પણ જોવા મળશે. આ નવી સીઝનને નીરજ ઉદ્વાનીએ ડિરેક્ટ કરી છે. ‘ટ્રિપલિંગ’ની સ્ટોરી ત્રણ ભાઈ-બહેનોની સ્ટોરી છે. આ નવી સીઝનમાં તેમના પેરન્ટ‍્સ પણ એન્ટ્રી થવાની છે.
એથી તેમની પસંદગીને લઈને આ ત્રણેય ભાઈ-બહેનોને મન મારીને માનવું પડે છે. આ શોને લઈને ડિરેક્ટર નીરજ ઉદ્વાનીએ કહ્યું કે ‘આ ત્રીજી સીઝનની ખાસ વાત તેની ફૅમિલી છે. આપણે બધા ચંદન, ચિત્વન અને ચંચલને પ્રેમ કરીએ છીએ. તેમના પેરન્ટ્સ પણ તેમના જેવા જ ક્રેઝી છે.’

Web Series zee5