સ્ટ્રેન્જર થિંગ્સનો હોપર ખરેખર જીવે છે?

17 February, 2020 03:33 PM IST  |  Ahmedabad | Parth Dave

સ્ટ્રેન્જર થિંગ્સનો હોપર ખરેખર જીવે છે?

સ્ટ્રેન્જર થિંગ્સ

સૌથી પોપ્યુલર ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લીક્સની એટલી જ જાણીતી વેબ-સિરીઝ ‘સ્ટ્રેન્જર થિંગ્સ’ બહોળો ચાહક-વર્ગ ધરાવે છે. આ અમેરિકન સાયન્સ ફિક્શન હોરર સિરીઝના અત્યાર સુધી ૩ ભાગ આવી ચૂક્યા છે અને હવે ચોથો ભાગ પણ આ વર્ષે આવી જશે. ‘સ્ટ્રેન્જર થિંગ્સ ૩’ ગયા વર્ષે નેટફ્લીક્સ પર સૌથી વધુ જોવાયેલી વેબ-સિરીઝ બની હતી અને હવે ચાહકો ચોથા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે તેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ‘સ્ટ્રેન્જર થિંગ્સ ૪’ના ટીઝરમાં ‘ફ્રોમ રશિયા વિથ લવ’ લખેલું જોવા મળે છે મતલબ આ વખતે દર્શકોને રશિયામાં રહસ્ય જોવા મળશે.

જે લોકો આ વેબ-સિરીઝના ચાહક છે તેઓ ‘હોપર’ના નામથી અજાણ નહીં હોય. હોપર આ શોમાં મહત્વનું પાત્ર ભજવી રહ્યો હતો. ત્રીજી સિઝનમાં હોપર મૃત્યુ પામે છે તેવું બતાવવામાં આવે છે જેથી ચાહકો નિરાશ થયા હતા. પરંતુ, ચોથી સિઝનના ટીઝરમાં જ હોપરને બતાવવામાં આવ્યો છે એટલે કે તે હજુ જીવે છે તેવું સાબિત થઈ ગયું છે. તેને રશિયામાં બંદી બનાવીને કામ કરતો બતાવાયો છે. ‘હોપર’નું પાત્ર ડેવિડ હાર્બર ભજવી રહ્યો છે. આ શોમાં ડેવિડ ઉપરાંત મિલી બોબી બ્રાઉન, ફિન વોલ્ફહાર્ડ, નતાલિયા ડાયર, ગેટન મટેરઝો વગેરે મુખ્ય કલાકારો છે.

game of thrones web series parth dave