એમેઝોન પ્રાઈમ વીડિયો અને સન્સ ઑફ સોઈલે શહેરને આપ્યો ગુલાબી રંગ

05 December, 2020 05:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એમેઝોન પ્રાઈમ વીડિયો અને સન્સ ઑફ સોઈલે શહેરને આપ્યો ગુલાબી રંગ

તસવીર સૌજન્યઃ એમેઝોન પ્રાઈમ વીડિયોનું ટ્વીટર અકાઉન્ટ

એમેઝોન પ્રાઈમ વીડિયોની આગામી ઓરિજીનલ ડોક્યુમેન્ટ વેબ સિરીઝ ‘સન્સ ઓફ ધ સોઈલઃ જયપુર પિંક પેન્થર્સ’ના ખરા નાયકોના ઉત્સાહને ઉજવતા દેશને ગુલાબી રંગથી રંગી દીધો છે. ફૅમસ હવા મહલની ટીમને અધિકૃત જર્સી આપવાની સાથે મહલને પિંક લાઈટ આપી હતી.

હવા મહલ ટીમના મુખ્યાલય જયપુરના પ્રમુખ આકર્ષકોમાંનું એક છે. ડૉક્યુસિરીઝના લોન્ચના બે દિવસ સુધી આ ગુલાબી લાઈટિંગ રહેશે. મુંબઈ અને દિલ્હીના કબડ્ડીના ફૅન્સ પણ આને નજીકથી જોઈ શકે છે. ટીમના માલિક અભિષેક બચ્ચન સાથે ખેલાડીઓના જીવન-આકારના ઈન્સ્ટોલેશન મુંબઈના કાર્ટર રોડ અને જુહુની સાથે દિલ્હીના એનસીઆરના ગુરુગ્રામ સેક્ટર 29 બજારમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.

‘સન્સ ઑફ ધ સૉઈલઃ જયપુર પિંક પેંથર્સ’ પ્રો કબડ્ડી લીગ ટીમના શ્રેષ્ઠ સફરને દર્શાવનાર એક અનફિલ્ટર્ડ અને રૉ ડૉક્યુમેન્ટ્રી છે. બીબીસી સ્ટુડિયો ઈન્ડિયા દ્વારા નિર્મિત અને એલેક્સ ગેલ દ્વારા ડાયરેક્ટ થયેલી આ ડોક્યુમેન્ટ્રી ગઈ કાલથી એમેઝોન પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થઈ છે.

abhishek bachchan amazon prime web series