વિશ્વ મહિલા દિવસે ફૉર મોર શૉટ્સ પ્લીઝ સીઝન 2 લુકની સાથે રિલીઝ ડેટ જાહેર

08 March, 2020 03:04 PM IST  |  Mumbai Desk | Harsh Desai

વિશ્વ મહિલા દિવસે ફૉર મોર શૉટ્સ પ્લીઝ સીઝન 2 લુકની સાથે રિલીઝ ડેટ જાહેર

ફૉર મોર શૉટ્સ પ્લીઝ સીઝન 2 લુક

આજે વિશ્વ મહિલા દિવસ છે અને એથી જ ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની વેબ-સિરીઝ ‘ફૉર મોર શૉટ્સ પ્લીસ’ની બીજી સીઝનની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી રહી છે. આ શોને હવે ૧૭ એપ્રિલે રિલીઝ કરવામાં આવશે. ઇન્ડિયામાં પુરુષોને લઈને ઘણી ફિલ્મો અને વેબ-શો બને છે, પરંતુ ફક્ત મહિલા પર ભાગ્યે જ ફિલ્મો કે શો બનાવવામાં આવે છે. જોકે હવે એની સંખ્યા ધીમે-ધીમે વધી રહી છે. જોકે મહિલા દિવસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી ‘ફૉર મોર શૉટ્સ પ્લીસ’નું પહેલું લુક પણ આજે રિલીઝ કરવામાં આવ્યું છે. કીર્તિ કુલ્હારી, માનવી ગાગરુ, સયાની ગુપ્તા અને બાની જેએ પહેલી સીઝનમાં કામ કર્યું હતું અને બીજી સીઝનમાં પણ તેમની આસપાસ જ સ્ટોરી ફરી રહી છે. આ શોમાં એ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ મહિલાઓ પર્ફેક્ટ નથી હોતી અને તેમણે તેમની ખામીઓનો પણ જશન મનાવવો જોઈએ.

web series bollywood entertainment news