ફોર મોર શૉટ્સ પ્લીઝ!ની ત્રીજી સીઝનમાં બધું સેમ

11 May, 2020 08:15 PM IST  |  Rajkot | Mumbai Correspondence

ફોર મોર શૉટ્સ પ્લીઝ!ની ત્રીજી સીઝનમાં બધું સેમ

ફોર મોર શૉટ્સ પ્લીઝ

ઍમેઝૉન પ્રાઇમ પર આવતાની સાથે જ સુપરહિટ પુરવાર થયેલી વેબ-સિરીઝ ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ!’ની સેકન્ડ સીઝનને રિલીઝ પહેલાં જ ‘મિડ-ડે’એ કહી દીધું હતું કે એની ત્રીજી સીઝનનું કામ ચાલુ થઈ ગયું છે. હવે સેકન્ડ સીઝનની રિલીઝના દોઢ મહિના પછી પ્લૅટફૉર્મ અને પ્રોડ્યુસર બન્નેએ સત્તાવાર જાહેર કર્યું છે કે ત્રીજી સીઝન પર ઑલરેડી કામ શરૂ થઈ ગયું છે. મજાની વાત એ છે કે પહેલી અને બીજી સીઝનના જ આખા કાસ્ટ અને ક્રૂને અકબંધ રાખવામાં આવ્યા છે. રાઇટર અને ડિરેક્ટર સહિત એક પણ આર્ટિસ્ટને શોમાંથી બહાર કાઢવામાં નથી આવ્યા.

‘ફોર મોર શૉટ્સ પ્લીઝ!’માં એવી ચાર યુવતીઓની વાત છે જે‍ઓ પોતાની જિંદગી જીવવા માગે છે, પણ તેમને એકધારી અડચણ આવતી રહે છે. હવે આ ચાર યુવતીઓે પોતાની રીતે જિંદગી જીવવાનું નક્કી કરે છે અને તેમની લાઇફની સાચી શરૂઆત અહીંથી થાય છે. ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ!’ યંગ ગર્લ્સમાં જબરદસ્ત પૉપ્યુલર થઈ છે.

web series rajkot entertainment news