એકતા કપૂરની વેબ-સિરીઝ 'ફૅમિલી'નું શું થયું?

22 January, 2020 01:31 PM IST  |  Rajkot

એકતા કપૂરની વેબ-સિરીઝ 'ફૅમિલી'નું શું થયું?

એકતા કપૂર

બહુ ગાઈવગાડીને એકતા કપૂરે પોતાની વેબ-સિરીઝ ‘ફૅમિલી’ની અનાઉન્સમેન્ટ કરી હતી. વિવેક ઑબેરૉય અને રવિ કિશન સ્ટારર આ વેબ-સિરીઝ માટે એકતાએ ‘ઇન્ડિયન ગૉડફાધર’ શબ્દનો ઉલ્લેખ પણ કર્યો હતો, પણ હવે આ વેબ-સિરીઝ બંધ કરી દેવામાં આવી છે. દસેક દિવસના શૂટ પછી બંધ કરવામાં આવેલી આ વેબ-સિરીઝના પ્રોડક્શન-હાઉસ પાસેથી જોઈતું કન્ટેન્ટ ન મળતાં અને પ્રોડક્શન વૅલ્યુ નબળી જણાતાં એકતાએ બહુ લાંબા મનોમંથન પછી આ વેબ-સિરીઝનાં શટર પાડી દીધાં છે.

‘ફૅમિલી’માં એવા પરિવારની વાત હતી જેમાં બન્ને ભાઈઓ અન્ડરવર્લ્ડ સાથે જોડાયેલા છે અને એક તબક્કે બન્ને ભાઈઓ આમનેસામને આવી જાય છે. વિવેક ઑબેરૉય લીડ હીરો હતો. ‘ફૅમિલી’નું શૂટ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. મુંબઈમાં શરૂ થયેલા આ શૂટના પહેલા શેડ્યુલનાં ફુટેજ જોયા પછી એકતા કપૂરે શૂટ અટકાવી દીધું હતું. આ વાત ગયા જૂન મહિનાની છે, પણ હવે ફાઇનલી એકતાએ નિર્ણય લઈ લીધો છે અને ‘ફૅમિલી’નું કોકડું વાળી દીધું છે.

ekta kapoor web series