હવે એમએક્સ પ્લેયર પર હસીના પારકર આધારિત એક થી બેગમ

06 April, 2020 04:21 PM IST  |  Rajkot | Rashmin Shah

હવે એમએક્સ પ્લેયર પર હસીના પારકર આધારિત એક થી બેગમ

એક થી બેગમ

એમએક્સ પ્લેયર પર ‘એક થી બેગમ’ નામની નવી વેબ-સિરીઝ શરૂ થવા જઈ રહી છે. ‘એક થી બેગમ’ દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકર પર આધારિત છે. દાઉદની મોટી બહેન હસીનાએ તેને ભરપૂર સાથ આપ્યાનો આક્ષેપ વર્ષોથી થતો આવ્યો છે, પણ એ ક્યારેય પુરવાર થયું નથી. દાઉદ પોતે પણ સ્વીકારી ચૂક્યો છે કે જો હસીના ન હોત તો હું કદાચ ક્યારેય લડી લેવાની માનસિકતા કેળવી શક્યો ન હોત. કહેવાય છે કે દાઉદની ફૅમિલી અને તેની ગૅન્ગને મુંબઈમાંથી ભગાડવાના કામમાં પણ હસીનાનો બહુ મોટો ફાળો હતો. દાઉદની ગૅન્ગના જુનિયર સભ્યો હસીના પારકરને મૅડમ કહીને જ સંબોધન કરતા.

દાઉદની ગેરહાજરીમાં દાઉદની ગૅન્ગથી માંડીને સંપતિ સુધ્ધાંનું હૅન્ડલિંગ કરવાનું કામ હસીનાએ કર્યું હતું. ‘એક થી બેગમ’માં આ બધી વાતને કેન્દ્રમાં રાખવામાં આવી છે. આ અગાઉ હસીના પારકરની લાઇફ પર ‘હસીના’ નામની ફિલ્મ બની હતી, જે પિટાઈ ગઈ હતી પણ ‘એક થી બેગમ’ વાસ્તવિકતાની વધારે નજીક હોવાથી એના મેકર્સને વેબ-સિરીઝ હિટ જવાના ચાન્સિસ વધારે લાગે છે.

web series haseena parkar television news Rashmin Shah