કસીનો માત્ર બે દિવસના કામને કારણે અટકી ગઈ

02 April, 2020 04:48 PM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

કસીનો માત્ર બે દિવસના કામને કારણે અટકી ગઈ

કસીનો

ઝીફાઇવ પર રિલીઝ થનારી વેબ-સિરીઝ ‘કસીનો’ આજે રિલીઝ થવાની હતી, પણ હવે એ અચોક્કસ મુદત માટે પાછળ ‍ઠેલાઈ છે. માત્ર બે જ દિવસનું કામ બાકી હતું અને પ્રોડ્યુસરે નક્કી કર્યું હતું કે વેબ-સિરીઝને બીજી એપ્રિલે રિલીઝ કરવી. બે દિવસના આ કામમાં થોડું એડિટિંગ અને એડિટિંગ આધારિત બૅકગ્રાઉન્ડ મ્યુઝિકનું કામ કરવાનું હતું. આ કામ થાય એ પહેલાં જ કોરોનાને કારણે લૉકડાઉન થતાં બધાં કામ અટકી ગયાં અને ‘કસીનો’ પણ અટકી ગઈ. ‘કસીનો’ની લીડ સ્ટાર પૂજા બૅનરજીએ કહ્યું કે ‘અત્યારના સમયમાં આ પ્રકારના ડિજિટલ પ્લૅટફૉર્મનું મહત્ત્વ બધાને સમજાઈ રહ્યું છે જેમાં કંઈ ખોટું પણ નથી. મેં પોતે આ વેકેશનમાં ૭થી વધારે વેબ-સિરીઝ જોઈ છે.’

પૂજા હવે વધારે ડિજિટલ પ્લૅટફૉર્મ પર ધ્યાન આપવા માગે છે. પૂજાના કહેવા પ્રમાણે ડિજિટલ પ્લૅટફૉર્મને કારણે મોબાઇલ સાચા અર્થમાં પર્સનલ ટીવી બની ગયું છે.

web series television news tv show