દિવ્યેંન્દુ શર્માએ છઠ પૂજાની શુભેચ્છા આપતા ફૅન્સને કરી આ વિનંતી ...

20 November, 2020 08:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દિવ્યેંન્દુ શર્માએ છઠ પૂજાની શુભેચ્છા આપતા ફૅન્સને કરી આ વિનંતી ...

દિવ્યેંન્દુ શર્મા

છઠ પૂજા નિમિત્તે અભિનેતા દિવ્યેંશુ શર્માએ ફૅન્સને શુભેચ્છા આપતા એક વીડિયો શૅર કર્યો છે. જોકે આ વીડિયોમાં તેણે ફૅન્સને એક વિનંતી પણ કરી છે.

દિવ્યેંન્દુ શર્માએ ફૅન્સને કહ્યું કે, તેઓ આ તહેવારની ઉજવણી ઘરમાં જ કરે, જેથી બહાર ભીડ ન થાય. કોરોનાનો કહેર હજી યથાવત હોવાથી અભિનેતાએ આ વિનંતી ફૅન્સને કરી હોવાનું સમજાય છે.

હાલમાં અલ્ટબાલાજી અને ઝી5 ક્લબમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ બિચ્છુ કા ખેલ ફૅન્સને ખૂબ જ ગમી છે.  ઉત્તર પ્રદેશનું સુંદર શહેર વારાણસીમાં સ્થાપિત બિચ્છુ કા ખેલના વાર્તા એક લેખક (દિવ્યેંદુ)ની છે. દિવ્યેંદુ એક ખતરનાક રમતના માસ્ટરમાઈન્ડના રૂપમાં જોવા મળશે. દિવ્યેંદુ આ ખતરનાક રમતમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને કઈ રીતે તે પરિસ્થિતિમાંથી બહાર આવે છે તે જોવાનું રહેશે.

divyendu sharma web series entertainment news