ગિલ્ટીમાં દલીપ તાહિલ અત્યાર સુધીના સૌથી ખૂનખાર વિલનના પાત્રમાં

06 March, 2020 12:00 PM IST  |  Ahmedabad

ગિલ્ટીમાં દલીપ તાહિલ અત્યાર સુધીના સૌથી ખૂનખાર વિલનના પાત્રમાં

દલીપ તાહિલ

કરણ જોહરની નેટફ્લિક્સ ઓરિજિનલ ‘ગિલ્ટી’માં જાણીતા ફિલ્મ, ટેલિવિઝન અને થિયેટર અભિનેતા દલીપ તાહિલ મહત્ત્વના પાત્રમાં જોવા મળશે. આજે રિલીઝ થઈ રહેલી આ મિસ્ટ્રી-થ્રિલરમાં કિયારા અડવાણી (કબીર સિંહ), આકાંશા રંજન કપૂર (વેડિંગ પુલાવ), ગુરફતેહ સિંહ પિરઝાદા (ફ્રેન્ડ્સ ઇન લૉ), તાહેર શબ્બીર (નિશા ઔર ઉસકે કઝિન્સ) જેવા કલાકારો છે.

અભિનેતા દલીપ તાહિલ ‘ગિલ્ટી’માં રેપકેસ બાબતે ડિફેન્સ કાઉન્સિલને રજૂ કરશે. તેઓ એક તીવ્ર બુદ્ધિશાળી, રાજકીય પહોંચવાળી વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યા છે જે કેસને જીતવા માટે બનતા બધા જ રસ્તા અપનાવે છે. દલીપ તાહિલનું કહેવું છે કે ‘હું અત્યાર સુધીના સૌથી કરપ્ટ વિલન તરીકે જોવા મળીશ. હું એક પાવરફુલ લૉયરની ભૂમિકામાં છું જેની લૉ-સર્કલ્સમાં બહુ નામના હોય છે અને પોતાનો કેસ જીતવા માટે ક્રૂરતાની દરેક હદ પાર કરી નાખે છે. મને આ વેબ-સિરીઝનો ભાગ બનીને જેટલી મજા આવી એટલી જ મજા ઑડિયન્સને પણ આવશે એવી આશા રાખું છું.’

દલીપ તાહિલ છેલ્લે ૨૦૧૯માં આવેલી ફિલ્મ ‘મિશન મંગલ’માં જોવા મળ્યા હતા. તેમણે ‘ધ ફૅમિલી મૅન’ અને ‘હોસ્ટેજિસ’ જેવી વેબ-સિરીઝ પણ કરી છે.

dalip tahil netflix web series entertainment news