હવે ફરહાન અખ્તરની 'ડોંગરી ટુ દુબઈ'નો સેટ તોડી પાડવામાં આવશે

21 May, 2020 12:24 PM IST  |  Mumbai | Uma Ramasubramanian

હવે ફરહાન અખ્તરની 'ડોંગરી ટુ દુબઈ'નો સેટ તોડી પાડવામાં આવશે

વૅબ સિરિઝનું શૂટિંગ શરૂ થયું ત્યારે મુખ્ય અભિનેતા અવિનાષ તિવારીએ સોશ્યલ મિડિયા પર શેર કરેલી તસવીર

આલિયા ભટ્ટ સ્ટારર સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગૂબાઇ કાઠિયાવાડી'નો સેટ લૉકડાઉનને લીધે તોડવાનો નિર્ણય લેવાયા બાદ હવે વધુ એક વૅબ સિરિઝનો સેટ તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની દ્વારા પ્રોડયુસ કરવામાં આવેલી અન્ડરવર્લ્ડના ડ્રામા પર આધારિત વૅબ સિરિઝ 'ડોંગરી ટુ દુબઈ'નો સેટ પણ હવે તોડી પાડવામાં આવશે. વૅબ સિરિઝ માટે મઢ આઈલેન્ડમાં બનાવવામાં આવેલો ડોંગરીનો સેટ લૉકડાઉનને લીધે મહિનાઓથી વાપર્યા વગર પડી રહ્યો છે અને મુંબઈમાં લૉકડાઉન લંબાતુ જતું હોવાથી મેર્કસે સેટ તોડી પાડવાનો નિર્ણય લીધો છે. વૅબ સિરિઝમાં અવિનાષ તિવારી મુખ્ય ભૂમિકામાં છે.

નિર્માતા રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર

વૅબ સિરિઝના ડાયરેક્ટર શુઝાત સૌદાગરે કહ્યું હતું કે, દિવસેને દિવસે લૉકડાઉન લંબાતુ જાય છે અને ચોમાસુ શરૂ થવાને પણ ગણતરીના જ અઠવાડિયા બાકી છે એટલે બહુ બધા દિવસ સેટ ઊભો રાખી શકીએ તે શક્ય નથી. અધિકારીઓ પાસેથી જરૂરી પરવાનગી મળ્યા બાદ અમે કદાચ સેટ તોડી પાડીશું અને ચોમાસા પછી ફરી ઊભો કરીશું. હાલના સમયને જોતા અત્યારે આ પગલુ ભરવુ યોગ્ય લાગી રહ્યું છે. આ બાબતે નિર્ણય લેવો મુશ્કેલ છે પરંતુ નિર્માતાઓ ટુંક સમયમાં જ નિર્ણય લેશે.

વૅબ સિરિઝ 'ડોંગરી ટુ દુબઈ' પુસ્તક 'ડોંગરી ટુ દુબઈ: મુંબઈ માફિયાના છ દાયકા' પર આધારિત છે. જેમા દાઉદ ઈબ્રાહિમના ઉદભવની વાત છે. શરૂઆતથી ફરી પાછો સેટ બનાવવામાં વધુ અને અણધાર્યો ખર્ચ થશે. સૌદાગરે વધુમાં ઉમેર્યું હતું કે, અમે વાર્તા અને તેના સૌદર્ય સાથે સમાધાન કરવા નહોતા માંગતા એટલે 80 અને 90ના દાયકાનું ડોંગરી ઊભું કરવામાં આવ્યું હતું. આ સેટ બહુ મોટો છે એટલે તેને ફરી ઊભો કરવો પડકારજનક થશે. એટલે અમે સેટને બચાવવા માટે બને તેટલા પ્રયત્નો કરી રહ્યાં છીએ.

ડાયરેક્ટર શુઝાત સૌદાગર

લૉકડાઉન શરૂ થયું તેના 20 દિવસ પહેલા જ વૅબ સિરિઝનું શુટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. અમે વિલે પાર્લામાં 80ના દાયકાના બોમ્બેનો સેટ ઉભો કર્યો છે અને લૉકડાઉન પહેલા ત્યાં જ શૂટિંગ કરી રહ્યાં હતા. જો આ સેટ તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવે તો અમને ચિંતા નથી કારણકે અમે મોટાભાગનું શૂટિંગ અહીં પતાવી લીધું છે. પરંતુ ડોંગરીના સેટ પર અમે હજી શૂટિંગ શરૂ કર્યું જ નથી, એમ સૌદાગરે ઉમેર્યું હતું.

lockdown entertainment news web series farhan akhtar ritesh sidhwani