ઍમેઝૉનની સિરીઝના નામકરણની માથાકૂટ : તાંડવ, દિલ્લી કે બીજું કંઈ?!

31 August, 2020 10:07 PM IST  |  Ahmedabad | Nirali Dave

ઍમેઝૉનની સિરીઝના નામકરણની માથાકૂટ : તાંડવ, દિલ્લી કે બીજું કંઈ?!

ઍમેઝૉનની સિરીઝના નામકરણની માથાકૂટ : તાંડવ, દિલ્લી કે બીજું કંઈ?!

ડિજિટલ પ્લૅટફૉર્મ ઍમેઝૉન પ્રાઇમ માટે ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર એક પૉલિટિકલ થ્રિલર વેબ-સિરીઝ બનાવી રહ્યા છે; જેમાં સૈફ અલી ખાન, પૂરબ કોહલી, ડિમ્પલ કાપડિયા, સુનીલ ગ્રોવર સહિતના કલાકારો સામેલ છે.
‘આર્ટિકલ ૧૫’ના કો-રાઈટર ગૌરવ શર્માએ લખેલી આ વેબ-સિરીઝનું ટેન્ટેટિવ ટાઇટલ ‘તાંડવ’ અને પછી ‘દિલ્લી’ હોવાનું કહેવાઈ રહ્યું હતું, પરંતુ હજી સુધી નામ ફાઇનલ નથી થયું. રસપ્રદ વાત એ છે કે ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે કન્ફર્મ કર્યું છે કે આ વેબ-સિરીઝની બીજી સીઝનનું કામ શરૂ થઈ ચૂક્યું છે. અલીએ કહ્યું કે ‘અમે નામ માટે વિચારી રહ્યા છીએ. એને કારણે જ ઍમેઝૉન પ્રાઇમ સિરીઝની સત્તાવાર ઘોષણા કરી શક્યું નથી.’
સિરીઝમાં મુખ્ય પાત્ર ભજવતા સૈફ અલી ખાને કહ્યું કે ‘હું આશા રાખું છું કે સિરીઝનું નામ ‘દિલ્લી’ ફાઇનલ નહીં થાય! ‘તાંડવ’ તો વર્કિંગ ટાઇટલ હતું. ‘દિલ્લી’ નામ શુષ્ક લાગે છે. આ બન્ને નામ સામાન્ય લાગે છે. અમને ‘હાઉસ ઑફ કાર્ડ્સ’ જેવું દમદાર ટાઇટલ જોઈએ છે, જેની અસર લોકો પર પડે. માત્ર શહેરના ભૌગોલિક નામ કરતાં અમે કંઈક અલગ, હટકે નામ વિચારી રહ્યા છીએ.’
ઉલ્લેખનીય છે કે આ અદ્ભુત સ્ટારકાસ્ટમાં એક ઑર નામ જોડાયું છે, જાણીતા ટીવી-ઍક્ટર અનુપ સોનીનું. અનુપ છેલ્લે નેટફ્લિક્સની ‘ક્લાસ ઑફ ’83’માં ખંધા રાજકારણીના પાત્રમાં દેખાયો હતો.

television news entertainment news web series