અનુષ્કાના કૉ-ઍક્ટર રહી ચૂકેલા મહેશ શર્માનો કાસ્ટિંગ ડાયરેક્ટર્સ પર આરોપ

19 May, 2020 04:24 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

અનુષ્કાના કૉ-ઍક્ટર રહી ચૂકેલા મહેશ શર્માનો કાસ્ટિંગ ડાયરેક્ટર્સ પર આરોપ

મહેશ શર્મા

અનુષ્કા શર્માના બેનર હેઠળ બનેલા વેબ શૉ 'પાતાલ લોક'ની કાસ્ટિંગને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે. અનુષ્કા સાથે 'સુઇ ધાગા'માં કામ કરી ચૂકેલા એક્ટર મહેશ શર્માએ આ શૉમાં વિલનનું પાત્ર ભજવતાં અભિષેક બેનર્જી અને અન્ય કલાકારો પર કાસ્ટિંગ એજન્સીનો દુરુપયોગ કરવાના આરોપ મૂક્યા છે.

મહેશનું કહેવું છે કે શૉ માટે આપવામાં આવેલા તેના અને અન્ય કલાકારોના ઑડિશનને સંબંધિત નિર્માતા-નિર્દેશકો પાસે મોકલવામાં આવ્યા જ નથી. તેમના બદલે પોતે કાસ્ટિંગ એજન્સીના માલિક અને એજન્સીમાં કામ કરનારા આસિસ્ટેન્સને જ કાસ્ટ કરી લેવામાં આવ્યા છે. મહેશે ઇન્ડસ્ટ્રીના અન્ય કાસ્ટિંગ ડાયરેક્ટર્સ મુકેશ છાબડા અને જોગી પર પણ ગંભીર આરોપ મૂક્યા છે.

મહેશે કહ્યું કે, "કાસ્ટિંગ એજન્સીઝમાં કલાકારોનું દોહન થઈ રહ્યું છે. અભિષેક બેનર્જી અને મુકેશ છાબડાની કાસ્ટિંગ એજન્સીને લઈને અન્ય જગ્યાઓ પર જે તેમના આસિસ્ટેન્ટ છે, તે જ મોટા બજેટની ફિલ્મો અને વેબ શૉઝમાં કાસ્ટ કરવામાં આવી રહ્યા છે. પોતે અભિષેક બેનર્જી ઘણી ફિલ્મો અને વેબ શૉમાં દેખાઇ ચૂક્યા છે."

આરોપો પર અભિષેકે સ્પષ્ટકા કરી છે કે મહેશ શર્માના આરોપ પાયાવિહીન છે. પણ હું તેમની ચિંતાઓથી વાકેફ છું. હું માત્ર એટલું કહું છું કે કોઇપણ ડાયરેક્ટર-પ્રૉડ્યુસર ફક્ત ઓળખાણના બળે કોઇને પોતાના પ્રૉજેક્ટમાં નથી લેતાં. 'પાતાલ લોક'માં મેકર્સના કહેવા પર મેં ઑડિશન આપ્યું, ત્યારે જઈને મને વિશાલ ત્યાગીનું પાત્ર મળ્યું.

તે આગળ જણાવે છે કે, "બીજી વાત એ છે કે મનો પોતાને કાસ્ટિંગ ડાયરેક્શનની ફિલ્ડમાં દસ વર્ષ થઈ ચૂક્યા છે. મને મારો પહેલો પ્રૉજેક્ટ આ ફિલ્ડમાં આવ્યાના આઠ વર્ષ પછી મળ્યો હતો. જો મારે મને પોતાને પ્રમોટ કરવું હોત તો ઘણો સમય પહેલાં જ કરી લીધું હોત, પણ જો મને જોઇને કોઇ એમ કહે છે કે આ વ્યક્તિ વધારે સારું પર્ફોર્મ કરી રહી છે તો હું શું કામ ના પાડું?"

bollywood anushka sharma web series