વેબ-શોમાં કામ કરવાની સાથે એને પ્રોડ્યુસ પણ કરશે ચિત્રાંગદા

23 January, 2020 04:09 PM IST  |  મુંબઈ

વેબ-શોમાં કામ કરવાની સાથે એને પ્રોડ્યુસ પણ કરશે ચિત્રાંગદા

વેબ-શોમાં કામ કરવાની સાથે એને પ્રોડ્યુસ પણ કરશે ચિત્રાંગદા

ચિત્રાંગદા સિંહ બહુ જલદી વેબ-સિરીઝમાં ઝંપલાવી રહી છે. તે આ શોમાં કામ કરવાની સાથે એને પ્રોડ્યુસ પણ કરશે. આ એક મ્યુઝિકલ ડ્રામા વેબ-સિરીઝ છે. આ શો વિશે વધુ જણાવતાં ચિત્રાંગદાએ કહ્યું હતું કે ‘હું આ વેબ-શોનું શૂટિંગ વર્ષના અંતમાં અથવા તો આવતાં વર્ષની શરૂઆતમાં કરીશ. મારી પાસે હાલમાં ફ્રી ટાઇમ છે. આ એક મ્યુઝિકલ ડ્રામા સિરીઝ છે. હું આ માટે ખૂબ જ ઉત્સાહિત છું કારણ કે હું કઈંક ઇન્ટરેસ્ટિંગ કરવા માટે રાહ જોઈ રહી હતી. મેં ઍક્ટિંગ કરીને પણ ઘણો સમય થઈ ગયો છે.’
ચિત્રાંગદાએ છેલ્લે ૨૦૧૮માં આવેલી ‘બાઝાર’માં કામ કર્યું હતું અને તેણે દિલજિત દોસંજની ‘સૂરમા’ને પ્રોડ્યુસ પણ કરી હતી.

chitrangada singh