તાહિરા કશ્યપ લખશે ધી લૉકડાઉન ટેલ્સ

06 April, 2020 04:21 PM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

તાહિરા કશ્યપ લખશે ધી લૉકડાઉન ટેલ્સ

આયુષ્માન ખુરાના

ક્રૅકિંગ ધ કોડ અને આયુષ્માન ખુરાનાની લાઇફ પર આધારિત ‘માય જર્ની ઇન બૉલીવુડ’ જેવી બુક્સ લખનારી આયુષ્માન ખુરાનાની વાઇફ તાહિરા કશ્યપ અત્યારના લૉકડાઉનના તબક્કામાં ઘરમાં બેસીને પોતાની નવી બુક પર કામ કરી રહી છે. તાહિરા કશ્યપની આ બુકનું ટાઇટલ છે ‘ધી લૉકડાઉન ટેલ્સ’. ‘ધી લૉકડાઉન ટેલ્સ’માં નકારાત્મક વાતોને બદલે કોરોના જેવા ગંભીર વાઇરસ સામે લડવા માટે કેવી હકારાત્મકતા સાથે લડત આપવામાં આવી હતી એના કિસ્સા સમાવવામાં આવશે.

‘ધી લૉકડાઉન ટેલ્સ’ પરથી આયુષ્માન ખુરાના પણ વેબ-સિરીઝનું પ્લાનિંગ કરી રહ્યો છે. ઑલરેડી આયુષ્માન ખુરાના પાસે બાલાજી ટેલિફિલ્મ્સ અને ઍમેઝૉન પ્રાઇમ જેવાં પ્લૅટફૉર્મ કામ કરવા તૈયાર છે, પણ આયુષ્માન અત્યારે વેબ-સિરીઝ સાથે જોડાવા માગતો ન હોવાથી તેણે એ કોઈ વેબ-સિરીઝ સ્વીકારી નહોતી. ‘ધી લૉકડાઉન ટેલ્સ’માં આયુષ્માન ખુરાના નેરેટર બને એવી સંભાવના છે.

‘ધી લૉકડાઉન ટેલ્સ’ની એક સિરીઝ ઑલરેડી તાહિરાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શરૂ કરી છે, પણ બુક અને આ સિરીઝ વચ્ચે તફાવત રહેશે. અત્યારની જે સિરીઝ છે એનું સબટાઇટલ છે ‘ધી લૉકડાઉન ટેલ્સ - સિક્સ ફીટ દૂર’ જ્યારે વેબ-સિરીઝ માટે જે બુક લખાશે એ મુંબઈ શહેરના કિસ્સાની વાત કહેશે.

ayushmann khurrana web series tahira kashyap television news