15 July, 2023 02:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આશુતોષ ગોવારીકર
સર્વાઇવલ ડ્રામા સિરીઝ ‘કાલા પાની’માં આશુતોષ ગોવારીકરની સાથે મોના સિંહ જોવા મળવાની છે. આ સિરીઝને સમીર સકસેના અને અમિત ગોલાની ડિરેક્ટ કરે છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર આ સિરીઝ ટૂંક સમયમાં રિલીઝ થશે. એ સિરીઝમાં અમેય વાઘ, સુકાંત ગોયલ, આરુષી શર્મા, રાધિકા મર્ચન્ટ અને વિકાસ કુમાર લીડ રોલમાં જોવા મળશે. શોની સ્ટોરી આંદામાન અને નિકોબાર આઇલૅન્ડ પર પોતાની જાતને કેવી રીતે બચાવવામાં આવે એના પર પ્રકાશ પાડવામાં આવશે. આ શો વિશે સમીરે કહ્યું કે ‘ભારતની કહાણીઓમાં ‘કાલા પાની’ એક ફ્રેશ સ્ટોરી છે. આ સિરીઝ સર્વાઇવલ ડ્રામા છે, જેમાં પાત્રો કુદરતના પ્રકોપનો સામનો કરતાં જોવા મળે છે. વિશાળ દરિયો તેમને જાણે કે કેદ કરી રાખે છે. આ માનવજાતિ અને કુદરત વચ્ચેની અદૃશ્ય લડાઈ છે. એ દરમ્યાન આ પાત્રોને જાણ થાય છે કે તેમની મંઝિલ ન માત્ર એકબીજાની સાથે, પરંતુ પર્યાવરણ સાથે પણ બંધાયેલી છે.’