અર્શદ વારસીએ અસુર દ્વારા ડિજિટલ ડેબ્યુ કર્યું

05 March, 2020 12:31 PM IST  |  Mumbai

અર્શદ વારસીએ અસુર દ્વારા ડિજિટલ ડેબ્યુ કર્યું

અર્શદ વારસી

અર્શદ વારસી હવે સાઇકોલૉજિકલ થ્રિલર ‘અસુર’ દ્વારા ડિજિટલ ડેબ્યુ કર્યું છે. આ શોમાં બે દુનિયા દેખાડવામાં આવશે. એક, જેમાં ફૉરેન્સિક સાયન્સ હોય છે અને બીજી, જેમાં ઇન્ડિયાની માયથોલૉજીની મિસ્ટરી દેખાડવામાં આવશે. આ શોનો પહેલો એપિસોડ ‘વૂટ’ પર રિલીઝ કરવામાં આવ્યો છે. વૂટ સિલેક્ટ (સબસ્ક્રિપ્શન) પર પહેલો એપિસોડ લાઇવ થઈ ગયો છે જેમાં અર્શદ વારસીની સાથે બરુન સોબતી પણ છે. આ શો વિશે અર્શદે કહ્યું હતું કે ‘આ શોનો પ્લૉટ અને સ્ટોરીલાઇન એટલાં ઇન્ટરેસ્ટિંગ છે કે દર્શકોને હંમેશાં સીટ પર જકડીને રાખશે. ‘અસુર’ને દર્શકો કેવું રીઍક્શન આપે છે એ જોવા માટે હું ઉત્સુક છું.’

‘અસુર’ વિશે બરુન સોબતીએ કહ્યું હતું કે ‘મારી કરીઅરનું આ સૌથી ડિમાન્ડિંગ કૅરૅક્ટર છે. અંગત રીતે કહું તો ઇન્ડિયામાં સારું રાઇટિંગ ભાગ્યે જ જોવા મળે છે અને અમારા શોમાં રાઇટિંગ (સ્ક્રિપ્ટ) જ હીરો છે. આ શોમાં દરેક વ્યક્તિ તેમનું શ્રેષ્ઠ કામ કરી રહી હતી. આ શોની ઍસેમ્બલ કાસ્ટ સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. દરેક પાત્ર માટે દરેક વ્યક્તિને સમજીવિચારીને પસંદ કરવામાં આવી હતી.’

arshad warsi web series entertainment news