24 August, 2023 08:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનન્યા પાંડે
અનન્યા પાન્ડે તેની આગામી વેબ-સિરીઝ ‘કૉલ મી બે’માં કૉમેડી કરતી જોવા મળવાની છે. આ સિરીઝ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવશે. એને કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે અને એમાં વીર દાસ પણ જોવા મળશે. ‘સ્ટુડન્ટ્સ ઑપ ધ યર 2’ દ્વારા ફિલ્મી કરીઅરની શરૂઆત કરનાર અનન્યા હવે કરણ જોહરના જ વેબ-શો દ્વારા તેનું ડિજિટલ ડેબ્યુ પણ કરી રહી છે. તે આયુષમાન ખુરાના સાથે કૉમેડી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’માં જોવા મળવાની છે. આ ફિલ્મ આવતી કાલે રિલીઝ થવાની છે. ‘કૉલ મી બે’ વિશે પૂછવામાં આવતાં અનન્યા પાન્ડેએ કહ્યું કે ‘મને ખબર નથી કે એ વિશે મને કેટલું કહેવાની પરમિશન છે. હું એમાં કૉમેડી કરતી જોવા મળીશ. મેં જેટલી પણ કૉમેડી ફિલ્મો કરી છે એમાં મારી આસપાસ કૉમેડી થાય છે અને હું એના પર રીઍક્ટ કરુ છું. જોકે આ પ્રોજેક્ટમાં તો હું કૉમેડીને આગળ વધારી રહી છું અથવા તો મોટા ભાગની કૉમેડી હું કરતી જોવા મળીશ. એને કારણે હું અતિશય એક્સાઇટેડ છું.’
અનન્યા પાંડેએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શૅર કર્યા છે. આ ફોટો તેની પ્રમોશનલ ઇવેન્ટના છે જે માટે તેણે ફોટોશૂટ કર્યું હતું. અનન્યાની આયુષમાન ખુરાના સાથેની ‘ડ્રીમ ગર્લ 2’ આવતી કાલે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું ઍડ્વાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. પોતાના કેટલાક ફોટો શૅર કરતાં અનન્યાએ કૅપ્શન આપી હતી કે ‘અમારી ‘ડ્રીમ ગર્લ 2’નું ઍડ્વાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. જલદી જ આ ફિલ્મની ટિકિટ બુક કરાવો.’