મારા કૅરૅક્ટર માટે હું ઘણીબધી ઍનિમલ સ્ટડી કરું છું : અમિત સાધ

25 October, 2023 03:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એમાં તે ૧૪ વર્ષ બાદ કોમામાંથી પાછો આવે છે. તેણે ‘કાઇપો છે’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી.

અમિત સાધ

અમિત સાધ તેના પાત્રમાં ઊંડો ઊતરવા માટે ઘણીબધી ઍનિમલ સ્ટડી કરી રહ્યો છે. તે વેબ-સિરીઝ ‘દુરંગા 2’માં નેગેટિવ રોલમાં દેખાવાનો છે. એમાં તે ૧૪ વર્ષ બાદ કોમામાંથી પાછો આવે છે. તેણે ‘કાઇપો છે’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેને ડિજિટલ પ્લૅટફૉર્મ પર મળતા પ્રોજેક્ટ્સથી તે ખુશ છે. ‘દુરંગા 2’ વિશે અમિત સાધે કહ્યું કે ‘આ સીઝનમાં મારું પાત્ર જાગે છે. ત્યાર બાદ ઇમોશન્સ, હલચલ અને પોતાની ઓળખ પાછી મેળવવાના તેના પ્રયાસ જોવા મળશે. તેની અંદર બાળક જેવો સ્વભાવ પણ જોવા મળશે. સૌથી ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે કોઈ વ્યક્તિ જ્યારે ૧૪ વર્ષ પછી જાગે તો તેની બૉડી-લૅન્ગ્વેજ કેવી હશે એ જાણવાનું રહેશે. સ્ક્રિપ્ટમાં મારું આ યોગદાન છે અને આ જ કારણ છે કે તેમણે મને કાસ્ટ કર્યો છે. તેઓ જાણે છે કે હું કેવું અનોખું લઈને આવવાનો છું. મેં જ્યારે ‘દુરંગા 2’ની સ્ટોરી સાંભળી ત્યારે મારા દિમાગમાં એ વાત આવી કે જો તે ૧૪ વર્ષથી પથારીવશ છે તો તેની કરોડરજ્જુ નબળી પડી ગઈ હશે. મેં ખૂબ કલ્પનાઓ કરી હતી. આ શો મનોરંજક પણ રહેવાનો છે. હું ઝી ફાઇવ, ગોલ્ડી બહલ અને રાઇટર ચારુદત્ત આચાર્યને શ્રેય આપું છું. હું મારા કૅરૅક્ટર માટે ખૂબ ઍનિમલ સ્ટડી કરું છું. આ જ કારણ છે કે દરેક ફિલ્મમાં હું અલગ દેખાઉં છું. એ જ મારી યુએસપી છે. શબ્દો મારા પર ખૂબ અસર કરે છે. જો હું કોઈ એકાદ શબ્દ સાંભળું તો એને લખી લઉં છું. મારી દીવાલ શબ્દોથી ભરાઈ ગઈ છે અને મારી ડાયરી પણ ફુલ થઈ ગઈ છે.’

amit sadh Web Series web series entertainment news