એમેઝૉન પ્રાઈમે કરી મિર્ઝાપુર, પાતાલ લોક અને ફેમિલી મેનની નવી સીઝનની જાહેરાત

29 April, 2022 05:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એમેઝૉન પ્રાઈમ પર મિર્ઝાપુર-પાતાલ લોક અને ફેમિલી મેનની નવી સીઝન આવવાની છે. આ સિવાય વર્ષ 2022માં આ ઓટીટી પ્લેટફૉર્મ પર અનેક નવા વેબ સીરીઝ અને ફિલ્મો પણ દસ્તક દેવાની છે. જેમાં બૉલિવૂડ અને સાઉથ સાથે જોડાયેલા અનેક નવા ચહેરા જોવા મળશે.

પ્રતીકાત્મક તસવીર

અમેઝૉન પ્રાઈમ પર નવી સીરીઝ અને ફિલ્મોનો વરસાદ થવાનો છે. શાહિદ કપૂરથી લઈને સાઉથ એક્ટર નાગા ચૈતન્ય ઓટીટી પર ડેબ્યૂ કરવાની તૈયારીમાં છે. તે એમેઝૉન પ્રાઈમ પર નવી સીરિઝ સાથે પ્રસ્તુત થવાના છે. રોહિત શેટ્ટી પણ ઓટીટી પર પોતાના નવા ડ્રામા સાથે આવી રહ્યો છે. આ સિવાય એમેઝૉન પ્રાઈમે જાણીતી સીરિઝ મિર્ઝાપુર, દ ફેમિલી મેન, પંચાયત અને પાતાલ લોકની નવી સીઝનની જાહેરાત કરી છે.

એમેઝૉન પ્રાઈમે પહેલીવાર ભારતમાં ઇવેન્ટ પ્લાન કરી. મુંબઈમાં ગુરુવારે ઇવેન્ટનું આયોજન કરવામા આવ્યું. જેમાં અનેક બૉલિવૂડ સેલેબ્સે હાજરી આપી. માધુરી દીક્ષિતે આ શૉમાં ડાન્સ કરીને બધાનું મન જીતી લીધું. આ ઇવેન્ટમાં આ વર્ષે લૉન્ચ થનારી અનેક નવી સીરિઝની જાહેરાત કરવામાં આવી છે. આની સાથે જ અનેક ફેમસ સીરિઝની આગામી સિઝન લાવવાની જાહેરાત કરવામાં આવી.

એમેઝૉન પ્રાઈમ પર આગામી સમયમાં આ નવી સીરિઝ મળશે જોવા
રોહિત શેટ્ટીનો નવો શૉ ઇન્ડિયન પોલીસ ફૉર્સ એમેઝૉન પ્રાઈમ પર આવવાનો છે. જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને શિલ્પા શેટ્ટી જોવા મળશે. આ સિવાય શાહિદ કપૂર પણ ઓટીટી પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. રાજ અને ડીકે નિર્દેશિટ `ફર્જી` (Farzi)માં તે વિજય સેતુપતિ અને અમોલ પાલેકર સાથે સ્ક્રીન શૅર કરશે. 

ડાંસિંગ ઑન દ ગ્રેવ, સિનેમા મરતે દમ તક, જી કરજા, અધૂરા, બંબઈ મેરી જાન, કૉલ મી બે, ક્રેશ કૉર્સ, દહાડ, દિસ ઇઝ એપી ઢિલ્લોં, કૉમિકસ્તાન સહિત અનેક નવી સીરિઝ આગામી સમયમાં એમેઝૉન પ્રાઈમ પર જોવા મળશે. 

ફેમસ સીરિઝની આગામી સીઝન મચાવશે ધૂમ
મુંબઈ ડાયરીઝ 2, મિર્ઝાપુર 2, ફોર મોર શૉટ્સ પ્લીઝ 2, બ્રીદ: ઇનટૂ દ શેડૉઝ 2, મેડ ઇન હેવન 2, હશ હશ, પાતાલ લોક 2, પંચાયત 2 સહિત અનેક સીરિઝની નવી સીઝન આવશે. એમેઝન પ્રાઈમે આની જાહેરાત ગુરુવારે કરી.

અનેક ફિલ્મો એમેઝૉન પ્રાઈમ પર થશે રિલીઝ
અક્ષય કુમાર, જેકલીન ફર્નાન્ડિસ, સત્યદેવ અને નુસરત ભરૂચાની ફિલ્મ રામ સેતુ પણ એમેઝૉન પ્રાઈમ પર રિલીઝ થવાની છે. આ સિવાય અનેક ફિલ્મો ઓટીટી પર રિલીઝ થશે. 

ટીવીઓડી ફીચર લાવશે એમેઝૉન
નોંધનીય છે કે ભારતમાં એમેઝૉન પ્રાઈમના પાંચ વર્ષ પૂરા થઈ ગયા છે. જેને લઈને ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે એમેઝૉન પ્રાઈમે એક નવું ફીચર એડ કરવાની પણ જાહેરાત કરી છે. તેમે પ્રાઈમ વીડિયો સ્ટોર ટ્રાન્ઝેક્શન વીડિયો-ઑન-ડિમાન્ડ એટલે કે ટીવીઓડી (TVoD) લૉન્ચ કરવાની જાહેરાત કરી છે જે ઇન્ડિવિઝ્યુઅલ ફિલ્મ રેન્ટ પર ઉપલબ્ધ કરાવશે. જે પ્રાઈમ વીડિયો એપ અને વેબસાઈટ બન્ને પર એક ટેબ તરીકે રહેશે. પે-પર-વ્યૂ સર્વિસને પ્રાઈમ સબ્સ્ક્રાઇબર્સ સિવાય જે આના મેમ્બર નથી તે પણ ફિલ્મ જોઈ શકે છે અમુક રકમ ચૂકવીને.

Web Series entertainment news bollywood news