Bandish Bandits: સંગીત એક પણ રાગ જુદાં છતાં ય ઓતપ્રોત જેવી મજાની કથા

07 August, 2020 05:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Bandish Bandits: સંગીત એક પણ રાગ જુદાં છતાં ય ઓતપ્રોત જેવી મજાની કથા

ઇમેજ સોર્સઃ પીઆર

એમેઝોન પ્રાઇમ વિડિઓ દ્વારા તાજેતરમાં મ્યુઝિકલ ડ્રામા 'બંદિશ બેન્ડિટ્સ' રિલીઝ થયું છે. આ સિરીઝમાં નવા વિચારો અને સંગીતી રજુઆતને કારણે તે લોકોમાં ઝડપથી પૉપ્યુલર થઇ રહી છે. સિરીઝમાં રાધેની મુખ્ય ભૂમિકા રિત્વિક ભૌમિકની છે તમન્નાના પાત્રમાં છે શ્રેયા ચૌધરી. રિત્વિક કહે છે કે લોકોનો જે પ્રતિસાદ મળી રહ્યો છે તે જોતાં તે બહુ જ ભાવ વિભોર થઇ ગયો છે. તેણે પોતાને મળેલા શ્રેષ્ઠ પ્રતિભાવની વાત કરતા કહ્યું કે સાચું કહું તો એકની પસંદગી કરવી મુશ્કેલ છે અને જે રિસપોન્સ મળી રહ્યો છે તે ખરેખર અપેક્ષા કરતાં ઘણો વધારે છે. મને એવા પણ મેસેજ આવે છે કે મેં ગાયકનો રોલ બહુ સારી રીતે ભજવ્યો છે. 

આ સિરીઝમાં સંગીત તેનું હૈયું છે અને બંન્ને અભિનેતાઓ પોતાના ગમતા ગાયકો વિશે જણાવે છે. શ્રેયા કહે છે કે તેને પ્રતિક કુહર બહુ ગમે છે તો રિત્વિક કહે છે કે તેને લિસા મિશ્રાનો અવાજ બહુ જ ગમે છે. 

5 ઑગસ્ટે બંદિશ બેન્ડિટ્સ લાઇવ કોન્સર્ટ પણ યોજાયો જેને બહુ સારો પ્રતિભાવ મળ્યો. આ સિરિઝમાં બે એવા યુવાન હૈયાની વાત છે જેમાં રાધે પંરપરા અને વારસામાં બંધાયેલ સંગીતને આગળ ધપાવી રહ્યો છે, તેની પર જવાબદારી છે તો તમન્ના એક પૉપસ્ટાર છે. તેઓ સંગીતથી જોડાય છે અને સંગીત જ તેમને અલગ કરે છે. જો કે અંતે શું તેઓ એક થાય છે ખરા? આ જવાબ મેળવવા તમારે સિરીઝ જોવી પડશે. દસ એપિસોડની આ સિરીઝમાં રિત્વિક અને શ્રેયા સાથે નસીરુદ્દિન શાહ, અતુલ કુલકર્ણી, કૃણાલ રોય કપુર, શીબા ચડ્ધા અને રાજેશ તૈલાંગ જેવા ટોચના કલાકારોની ટોપ છે.

અમૃતપાલ સિંહ બિન્દ્રા દ્વારા નિર્માણ અને રચિત અને આનંદ તિવારી દ્વારા દિગ્દર્શિત આ નવી એમેઝોન અસલ શ્રેણી બે સાવ જુદાં બેક્ગ્રાઉન્ડમાંથી આવનારા યુવાન હૈયાની વાર્તા કહે છેે. 

web series amazon prime