અલ્ટ બાલાજીની રોમૅન્ટિક-ડ્રામા સિરીઝ બેબાકી ઑગસ્ટમાં રિલીઝ

21 July, 2020 08:49 AM IST  |  Ahmedabad | Mumbai Correspondent

અલ્ટ બાલાજીની રોમૅન્ટિક-ડ્રામા સિરીઝ બેબાકી ઑગસ્ટમાં રિલીઝ

કુશલ ટંડન

અલ્ટ બાલાજીના આગામી શો ‘બેબાકી’ની ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે. આ રોમૅન્ટિક-ડ્રામા સિરીઝ ઑગસ્ટમાં રિલીઝ થવાની છે; જેમાં કુશાલ ટંડન, શિવ જ્યોતિ રાજપૂત અને કરણ જોતવાની લીડ રોલમાં છે. તાજેતરમાં આ શોનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝર રિલીઝ થયું એ પહેલાં શબ્બીર હલુવાલિયા, શ્રુતિ ઝા, સુરભિ ચંદ્રા, એરિકા ફર્નાન્ડિસ, અનેરી વજાણી વગેરે ટીવી-જગતના કેટલાક કલાકારોએ તેમના મતે ‘બેબાકી’નો શું અર્થ થાય છે એનો વિડિયો પોસ્ટ કરીને ટીઝર જોવા માટે દર્શકોને આમંત્રણ આપ્યું હતું. એ પછી અલ્ટ બાલાજીએ ટીઝર શૅર કરીને ‘બેબાકી’ એટલે નીડરતા, હિંમત અને પાગલપન એવી વ્યાખ્યા કરી હતી.
કુશાલ, શિવ જ્યોતિ અને કરણ અનુક્રમે સુફિયાન અબદુલ્લા, કાયનાત સાહની અને ઇમ્તિયાઝ અલ્કાઝીના રોલમાં છે. સુફિયાન અને કાયનાત જર્નલિઝમ પ્રત્યેના પ્રેમને લીધે મિત્રો બને છે અને પછી પ્રેમમાં પડે છે. સુફિયાન એક સંપન્ન પરિવારમાંથી આવે છે, જ્યારે કાયનાત અલગ બૅકગ્રાઉન્ડ ધરાવે છે. આ બન્નેની જિંદગીના ચડાવ-ઉતાર આ શોમાં જોવા મળશે. ‘બેબાકી’માં પ્રતીક સેહજપાલ, ઈશાન ધવન, સલોની વોરા, સુચિત્રા પિલ્લઈ, કૃત્તિકા દેસાઈ, ઇન્દ્રનીલ ભટ્ટાચાર્ય સહિતના કલાકારો મહત્ત્વના રોલમાં દેખાશે.

web series alt balaji entertainment news kushal tandon