આલિયા અને સિદ્ધાર્થે વેબ સીરિઝને પાડી દીધી ના

22 January, 2020 07:06 PM IST  |  મુંબઈ

આલિયા અને સિદ્ધાર્થે વેબ સીરિઝને પાડી દીધી ના

આલિયા અને સિદ્ધાર્થે વેબ સીરિઝને પાડી દીધી ના

કરણ જોહરની ઇચ્છા હતી કે તે આલિયા ભટ્ટ સાથે વેબ-સિરીઝ કરે, તો એકતા ઇચ્છતી હતી કે તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે વેબ-સિરીઝ પ્લાન કરે, પણ આ બન્ને પ્રોડ્યુસરોની ઇચ્છા અધૂરી રહી ગઈ છે; કારણ કે સિદ્ધાર્થ અને આલિયા બન્નેએ વેબ-સિરીઝની
ના પાડી દીધી છે. સિદ્ધાર્થ અને આલિયા માને છે કે અત્યારે તેમનો સમય ફિલ્મ કરવાનો છે અને વેબ-સિરીઝ માટે હજી તેમની પાસે પુષ્કળ સમય છે એટલે અત્યારે તેમણે ફોકસ માત્ર ફિલ્મો પર જ કરવું જોઈએ.
આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ કરીઅરની શરૂઆત કરણ જોહર સાથે જ કરી હતી એ જગજાહેર છે. જ્યારે સિદ્ધાર્થ પાસે કોઈ ફિલ્મ નહોતી ત્યારે એકતાએ સિદ્ધાર્થને લઈને ‘જબરિયા જોડી’ બનાવી હતી છતાં બન્ને ઍક્ટરો એટલા સ્પષ્ટ હતા કે તેમણે મેન્ટર કહેવાય એવા પ્રોડ્યુસરને પણ સૌમ્ય સાથે વેબ-સિરીઝની ના પાડી દીધી.

alia bhatt sidharth malhotra