વેબસિરીઝ ‘ધી એન્ડ’ માટે અક્ષયકુમારે તોતિંગ ફી લીધી

23 January, 2020 04:23 PM IST  |  રાજકોટ

વેબસિરીઝ ‘ધી એન્ડ’ માટે અક્ષયકુમારે તોતિંગ ફી લીધી

અક્ષયકુમાર

ઍમેઝૉન પ્રાઇમ માટે બનનારી વેબસિરીઝ ‘ધી એન્ડ’ માટે અક્ષયકુમારે તોતિંગ ફી લીધી છે એવી વાતો ચાલતી હતી, પણ હવે અક્ષયની ફીના આંકડાઓ બહાર આવ્યા છે. આ વેબ સિરીઝ માટે અક્ષયે એકસો આઠ કરોડનો ચાર્જ કર્યો છે, જે ઇન્ડિયન એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની આજ સુધીની સૌથી તોતિંગ ફી છે. અક્ષયકુમારની આ વેબસિરીઝ ત્રણ સીઝનમાં હશે જેની દરેક સીઝનમાં આઠ એપિસોડ હશે. એક સ્ટન્ટમૅનની લાઇફ પર આધારિત આ વેબસિરીઝમાં અક્ષયકુમાર બધા સ્ટન્ટ પોતે કરશે, જેનું ડિઝાઇન વર્ક અત્યારે ચાલી રહ્યું છે. સ્ટન્ટ્સ માટે હૉલીવુડના બે ઍક્શન ડિરેક્ટર અને સાઉથ ઇન્ડિયન ફિલ્મના એક ઍક્શન માસ્ટરને બોર્ડ પર લેવામાં આવ્યા છે. વેબસિરીઝનું અત્યારે સ્ક્રિપ્ટિંગ ચાલે છે જે પૂરું થયા પછી ડિરેક્ટર નક્કી થશે અને એ પછી સિરીઝનું શૂટ શરૂ થશે. વેબસિરીઝનું સાઠ ટકા શૂટ ફૉરેન લોકેશન્સ પર થશે, જ્યારે ચાલીસ ટકા ઇન્ડિયામાં શૂટ કરવામાં આવશે. જો તમે માનતા હો કે આ વેબસિરીઝ માત્ર હિન્દીમાં બને છે તો તમારી આ માન્યતા ભૂલભરેલી છે. આ વેબસિરીઝ અંગ્રેજી અને હિન્દી એમ બન્ને લૅન્ગ્વેજમાં બનશે અને એ પછી વીસથી વધારે રીજનલ લૅન્ગ્વેજમાં એને ડબ કરવામાં આવશે.

આ પણ વાંચો : શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલીને મળ્યા જામીન, માતાએ વહૂ પર લગાવ્યા ગંભીર આરોપ

અબાડ‌ન્સિયા એન્ટરટેઇનમેન્ટના બૅનરમાં બનનારી આ વેબસિરીઝના ડિરેક્ટરની રેસમાં અત્યારે શંકરનું નામ સૌથી આગળ છે. શંકરે ‘રોબોટ’ અને ‘2.0’ જેવી અનેક સુપરહિટ ફિલ્મો બનાવી છે.

akshay kumar web series television news