ઝીફાઇવની ધ કસીનોમાં મંત્રા અને રાજેશ ખટ્ટરની એન્ટ્રી

28 January, 2020 12:42 PM IST  |  Ahmedabad

ઝીફાઇવની ધ કસીનોમાં મંત્રા અને રાજેશ ખટ્ટરની એન્ટ્રી

મંત્રા અને રાજેશ ખટ્ટર

ગ્લૅમર અને ઝાકઝમાળભરી દુનિયાની વાસ્તવિકતા દર્શાવતો ઝીફાઇવનો આગામી શો ‘ધ કસીનો- માય ગેમ માય રૂલ્સ’ એક થ્રિલર-મિસ્ટરી છે જેમાં કરણવીર બોહરા લીડ રોલમાં છે. કરણના પાત્રનું નામ વિકી છે જે ધનવાન હોવા છતાં સરળ અને નમ્ર વ્યક્તિ છે તેમ જ તેના પિતાના અબજો ડૉલરના કસીનોનો વારસદાર છે. હાર્દિક ગજ્જર નિર્દેશિત આ શોનું શૂટિંગ મુંબઈ અને નેપાલમાં થવાનું છે. કરણવીર ઉપરાંત મંદના કરીમી, અન્દ્રિતા રે, દિગાંગના સૂર્યવંશી, મુકુલ દેવ, રોમિત રાજ વગેરે પણ મહત્ત્વના રોલમાં છે.

હવે આ કાસ્ટમાં મંત્રા અને રાજેશ ખટ્ટરનું નામ પણ ઉમેરાયું છે. છેલ્લે ‘પાનીપત’ ફિલ્મમાં જોવા મળેલો અભિનેતા મંત્રા ‘તુમ મિલે’, ‘હાઇજૅક’, ‘ભેજા ફ્રાય 2’ જેવી ફિલ્મો કરી ચૂક્યો છે તો રાજેશ ખટ્ટરે ‘ડૉન’, ‘ધ ટ્રેન’ જેવી હિન્દી ફિલ્મો તેમ જ ‘બેહદ’, ‘બેપનાહ’ વગેરે ટીવી-સિરિયલોમાં અભિનય કર્યો છે.

web series rajesh khattar television news