તમન્ના પછી હવે શ્રુતિ પણ ડિજિટલ પ્લૅટફૉર્મ પર

26 July, 2021 12:55 PM IST  |  Mumbai | Rashmin Shah

શરત માત્ર એક, તામિલમાં પણ પ્રોજેક્ટ હોવો જોઈએ

શ્રુતિ હાસન

તમન્ના ભાટિયાના ડિજિટલ ડેબ્યુને સક્સેસ મળ્યા પછી હવે કમલ હાસનની દીકરી શ્રુતિ હાસન પણ ઓટીટી પ્લૅટફૉર્મ પર આવવા તૈયાર થઈ ગઈ છે, પણ તેની એક નાનકડી શરત એ છે કે જેકોઈ પ્રોજેક્ટ હોય એ તામિલમાં પણ હોવો જોઈએ, જેથી એ માર્કેટના તેના ફૅન્સ પણ પ્રોજેક્ટને સક્સેસ બનાવવામાં કામે લાગે.

શ્રુતિ હાસનને હમણાં જ બે વેબ-સિરીઝની ઑફર આવી, જે બન્ને ઑફર્સને તેણે આ જ શરત સાથે પાછી મોકલી છે. શ્રુતિએ અગાઉ હિન્દી ફિલ્મ ‘લક’ કરી હતી, જે ફ્લૉપ રહેતાં શ્રુતિ માત્ર બૉલીવુડના ઑડિયન્સ પર ભરોસો કરવા તૈયાર નથી.

Rashmin Shah shruti haasan Web Series