અદીબ રઈસ બનાવશે કૉલેજ-લાઇફ આધારિત વેબ-સિરીઝ રૅગિંગ

02 April, 2020 04:48 PM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

અદીબ રઈસ બનાવશે કૉલેજ-લાઇફ આધારિત વેબ-સિરીઝ રૅગિંગ

અદીબ રઇસ

અનેક વેબ-સિરીઝ આપી ચુકેલા રાઇટર-ડિરેક્ટર અદીબ રઇસની નવી વેબ-સિરીઝનું ટાઇટલ છે, ‘રૅગિંગ’. કૉલેજ-લાઇફ પર આધારિત અનેક વેબ-સિરીઝ આવી ગઈ છે, પણ એ વેબ-સિરીઝમાં કૉલેજ-લાઇફની ડાર્ક સાઇડ બહાર ન હોવાથી અદીબે આ સબ્જેક્ટ પસંદ કર્યો છે. ‘રૅગિંગ’ બેઝિકલી એક મર્ડર મિસ્ટ્રી છે, જે સૉલ્વ કરવાની આખી પ્રોસેસ ચાલે છે અને એ પ્રોસેસ દરમ્યાન હૉસ્ટેલ અને કૉલેજમાં થતા રૅગિંગની વાતો બહાર આવતી જાય છે.

‘રૅગિંગ’ માટે અદીબે દેશની વીસેક હૉસ્ટેલમાં રૂબરૂ જઈને સ્ટડી કર્યો હતો. અદીબે કહ્યું કે ‘રૅગિંગની આપણે જૂની વાતો જ જાણીએ છીએ, પણ હવે રૅગિંગની અનેક નવી રીતો આવી ગઈ છે જેમાંથી કેટલીક ફની છે તો કેટલીક રૂંવાડાં ઊભાં કરી દે એવી પણ છે. જો ટાઇમપાસ અને નવી ઓળખાણ ફની રીતે થાય એવા હેતુથી રૅગિંગ થાય તો સમજી શકાય, પણ ધાક બેસાડવા માટે રૅગિંગ કરવાની જે વાત છે એ બંધ થવું જોઈએ એવો મેસેજ ‘રૅગિંગ’માં છે.’

web series television news tv show