પારસી હેરિટેજને એક્સપ્લોર કરશે 'મસ્કા'

19 February, 2020 11:04 AM IST  |  Ahmedabad

પારસી હેરિટેજને એક્સપ્લોર કરશે 'મસ્કા'

મનીષા કોઇરાલા

નેટફ્લિક્સની આગામી ફિલ્મ ‘મસ્કા’ કમિંગ-ઑફ-એજ ડ્રામા છે જે આજની પેઢીના સપનાની વાત કરે છે. માર્ચમાં રિલીઝ થનારી આ ફિલ્મનું ટીઝર-કમ-સૉન્ગ તાજેતરમાં રિલીઝ થયું છે. આ ફિલ્મમાં રૂમી નામના યુવાનની વાત છે જે ફિલ્મસ્ટાર બનવાની કલ્પનામાં રાચે છે અને પર્સિસ નામની સમજુ-પ્રૅક્ટિકલ છોકરીને મળ્યા બાદ સપના અને ભ્રમણા વચ્ચેનો ભેદ સમજે છે. આ લીડ રોલ પ્રીત કામાણી અને શર્લી સેઠિયા ભજવી રહ્યાં છે. પ્રીત કામાણી રાજશ્રી પ્રોડક્શન્સની ‘હમ ચાર’ ફિલ્મમાં કામ કરી ચૂક્યો છે તો જાણીતી સિંગર શર્લી સેઠિયા આ ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે. શર્લી આગામી હિન્દી ફિલ્મ ‘નિકમ્મા’માં પણ જોવા મળશે જેમાં અભિમન્યુ દાસાણી, શિલ્પા શેટ્ટી જેવાં કલાકારો છે.

આ ઉપરાંત છેલ્લે ‘પ્રસ્થાનમ’માં જોવા મળેલી અભિનેત્રી મનીષા કોઇરાલા પણ ‘મસ્કા’માં મહત્વના રોલમાં જોવા મળશે. તો ટીવી-શો ‘એક દૂજે કે વાસ્તે’ અને શાહિદ કપૂરની ફિલ્મ ‘કબીર સિંહ’ માટે જાણીતી નિકિતા દત્તા પણ આ ફિલ્મમાં છે. નીરજ ઉડવાની દિગ્દર્શિત આ ફિલ્મમાં મુંબઈનું બૅકડ્રૉપ હશે જેમાં પારસી હેરિટેજને એક્સપ્લોર કરવામાં આવશે.

manisha koirala web series netflix