નક્સલ સાથે હવે બાથ ભીડશે રાજીવ ખંડેલવાલ

24 February, 2020 01:08 PM IST  |  Ahmedabad | Parth Dave

નક્સલ સાથે હવે બાથ ભીડશે રાજીવ ખંડેલવાલ

રાજીવ ખંડેલવાલ

ઝીફાઇવના આગામી શો ‘નક્સલ’માં જાણીતો અભિનેતા રાજીવ ખંડેલવાલ જોવા મળશે. આ સિરીઝમાં મહારાષ્ટ્ર અને મેટ્રોપૉલિટન સિટી વચ્ચેનાં ગાઢ જંગલોમાં નક્સલવાદ ઉદ્ભવી રહ્યો છે એની વાત હશે. રાજીવ ખંડેલવાલ રાઘવ નામના પોલીસ ઑફિસરનું પાત્ર ભજવશે જે દેશને ભયજનક પરિસ્થિતિમાંથી બચાવવા માટે સમય સાથે બાથ ભીડશે.

દસ એપિસોડની આ વેબ-સિરીઝને ‘હમ તુમ’ અને ‘ફના’ ફેમ ડિરેક્ટર કુણાલ કોહલી ડિરેક્ટ કરશે. ‘નક્સલ’ વિશે રાજીવ ખંડેલવાલે કહ્યું કે ‘નક્સલ’નો મુદ્દો દાયકાઓથી જોવા મળે છે અને આ રેલેવન્ટ સ્ટોરીને રજૂ કરવાનું રસપ્રદ રહેશે. ઑડિયન્સ મને આ રોલમાં જોઈને દંગ રહી જશે. તો કુણાલ કોહલીનું કહેવું છે કે આ વિષયને વેબ-સ્પેસમાં હજી સુધી કોઈએ ઉપાડ્યો નથી. મારા માટે આ શો પડકારજનક અને રોમાંચક છે.

૨૦૧૮માં Alt બાલાજીની ‘હક સે’ સિરીઝથી ડિજિટલ ડેબ્યુ કર્યા બાદ રાજીવ ખંડેલવાલ એ જ પ્લૅટફૉર્મની વેબ-સિરીઝ ‘કોલ્ડ લસ્સી ઔર ચિકન મસાલા’માં જોવા મળ્યો હતો જેનું નિર્દેશન ‘પરિણીતા’ ફેમ ડિરેક્ટર પ્રદીપ સરકારે કર્યું હતું. રાજીવ ‘આમિર’, ‘ટેબલ નંબર ૨૧’ જેવી હિન્દી ફિલ્મો પણ કરી ચૂક્યો છે.

rajeev khandelwal zee5 web series parth dave